અભિનેત્રી જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા સેંસેશન બનેલી છે. તેના 40 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર જન્નત ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના કારકિર્દીની ખુશી ઘણી વખત ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે. આજકાલ જન્નત ઝુબૈર દુબઈમાં ફેમિલી સાથે વેકેશન એન્જોય કરવા ગઈ છે. આ વિશેની જાણકારી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને આપી છે.
જન્નત જૌબૈરે સફેદ સિંહ સાથે તસવીર ક્લિક કરાવી છે. સાથે જ તેણે પાયથનને ગળે લપટાવીને પણ તસવીર કિલક કરાવી હતી. ચિપાંજી સાથે પણ જન્નત મસ્તી કરતી તસવીર કિલક કરાવી હતી. તસવીરો શેર કરતા જન્નતે લખ્યું હતું કે,’ હું મારી જાતને ખતરો કે ખિલાડીના ઝોનમાં છું.’
ડિસ્ક્લેમરઃ અહીં કોઈ પણ જાનવરને ન તો ડ્રગ્સ આપવામાં આવે છે અને ન તો અબ્યુઝ કરવામાં આવે છે. આ બધા બચાવેલા જાનવર છે. સારા નેચર કન્ડીશનમાં તેમને રાખવામાં આવે છે અને સારું જમવાનું પણ આપવામાં આવે છે. યુએઈ લાયન કિંગ તેની સારી દેખભાળ કરે છે. તમારો આભાર અમારી આ વિઝિટને અરેન્જ કરવા માટે.
તસવીરમાં જન્નત ઝુબૈરે પીળા કલરનું પેન્ટ પહેરેલું છે સાથે સફેદ સ્પેગેટી ટોપ પહેરેલું છે. લાલ લિપસ્ટિક, મિનિમલ મેકઅપ અને વાળોને ખુલ્લા રાખેલા છે. જન્નત ઝુબૈરે ખુબ નાની ઉંમરે અભિનય કરવાનું શરુ કરી દીધું હતું. અત્યારે તે 19 વર્ષની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જન્નત ઘણા ફેમસ શોનો ભાગ રહી ચુકી છે. ‘વો દિલ મિલ ગયે’, ‘ફૂલવા’,’મિટ્ટી કી બન્નો’,’એકથી નાયક’,’સિયાસત’,’મેરી આવાઝ કી પહેચાન હૈ’,’આપ કે આ જાને સે’ જેવા શો કરી ચુકી છે.
ટેલિવિઝન શોની સાથે જન્નત ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. એટલું જ નહિ જન્નત તેના હિટ મ્યુઝિક વિડિયોઝ માટે પણ ઓળખાતી હોય છે. ઇન્સ્ટા રીલ પહેલા જન્નતને ટિક ટોક પર જોરદાર ફેન ફોલોઇંગ હતી.
View this post on Instagram