જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

જન્માષ્ટમીના દિવસે કરી લો સિક્કાનો આ કારગર ઉપાય, થઇ જશો માલામાલ

અમુક જ દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારને ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસને ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક કૃષ્ણ મંદિરોમાં વિશેષ આયોજન પણ કરવામાં આવે છે, તેની સાથે જ આ દિવસે રાતના 12 વાગ્યા સુધી દરેક મંદિરો ખુલ્લા રહે છે.

Image Source

કૃષ્ણ જન્માષ્ટમીની રાત ખુબ જ મહત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે. માટે કહેવામાં આવે છે કે આ રાતે કરેલા દરેક ઉપાય ખુબ જ કારગર હોય છે.આ દિવસે કરવામાં આવેલા દરેક ઉપાયો ખુબ જ ફળદાઇ પણ સાબિત થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

Image Source

જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિકશાસ્ત્રના અનુસાર આજે અમે તમને અમુક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ધનની ખામી નહિ આવે અને તમારું ઘર ધન-ધાન્યથી ભરેલું રહેશે. આવો તો જાણીએ તે ચમત્કારી ઉપાય વિશે…

1.કૌડીઓ:

Image Source

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે કૌડીઓ લક્ષ્મીજીને ખુબ જ પ્રિય છે. જન્માષ્ટમીને દિવસે 11 કૌડીઓને એક પીળા રંગના વસ્ત્રમાં બાંધીને માતા લક્ષ્મીની પ્રતિમાની પાસે રાખો અને ભગવાન કૃષ્ણ અને માં લક્ષ્મીની પૂજા એકસાથે કરો.પૂજા પૂર્ણ થયા પછી કૌડીઓની પોટલીને તમારી તિજોરીમાં મૂકી દો. માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમારા ધનમાં વૃદ્ધિ થશે.

2.સિક્કા:

Image Source

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાના સમયે પૂજા સ્થળ પર અમુક સિક્કા રાખો અને તેના પછી પૂજા શરૂ કરો.જ્યારે પૂજા પુરી થઇ જાય તો તે સિક્કાને ઉઠાવીને તમારા પર્સમાં મૂકી દો અને હંમેશા તેને સાથે જ રાખો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.

3.શંખ:

Image Source

કૃષ્ણ જન્મના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ(બાળ રૂપ)રૂપનો અભિષેક કરો. એક શંખમાં દૂધ નાખીને અભિષેક કરો. તેના પછી માતા લક્ષ્મીની પૂજા કરો. ભગવાન કૃષ્ણ અને માં લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ યોગ્ય થઇ જશે અને તમને ક્યારેય પણ ધનની ખામી નહીં આવે.

4.દીવો:

Image Source

કૃષ્ણ જન્માષ્ટમીની સાંજે તુલસી પૂજા કરો. સાંજના સમયે તુલસીના છોડને લાલ ઓઢણી ઓઢાડો અને તેની સામે દીવો પ્રગટાવો.દીવો પ્રગટાવ્યા પછી તુલસીના છોડની સામે બેસીને “ॐ वासुदेवाय नम:” મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ તમારે બે વાર માળા ફેરવીને કરવાનો છે. આ ઉપાયને કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઇ જશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.

5.ફળ અને અનાજ:

Image Source

આ દિવસે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.એવામાં જો તમે કૃષ્ણ અષ્ટમીના ઉપવાસનું ફળ મેળવવા માંગો છો તો આ શુભ દિવસે તમે ગરીબોને ફળ અને અનાજનું દાન કરો. તમે ઈચ્છો તો કોઈ ધાર્મિક જગ્યા જેવી કે મંદિર-મઠ જઈને પણ ગરીબ લોકોને તમારા સામર્થ્યના અનુસાર દાન કરી શકો છો. શક્ય હોય તો કોઈ જ્યોતિષને કહીને પણ તમે દાન કરી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.