વર્ષો બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ મંત્રનો જાપ કરવાથી પૂરી થશે બધી મનોકામના

જન્માષ્ટમી પર પૂજા કરવાનો આ છે શ્રેષ્ઠ સમય


ભારતમાં એવા બે યુગ પુરુષો થયા છે જેમની જન્મજયંતી સદીઓથી ધાર્મિક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. ઇતિહાસકારોના મતે ભગવાન રામનો જન્મ લગભગ 10 હજાર વર્ષ પહેલા થયો હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ લગભગ 5 હજાર વર્ષ પહેલા થયો હતો.

જ્યોતિષી મદન ગુપ્તા સપાટુ કહે છે કે હિન્દુ ધર્મ-પંચાંગ અને જ્યોતિષ અનુસાર, ભગવાન રામનો જન્મ અભિજીત મુહૂર્તમાં નવમીના દિવસે એટલે કે બપોરે 12 વાગ્યે થયો હતો, જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ પણ અભિજિત મુહૂર્તમાં અષ્ટમીની મધ્યરાત્રિએ થયો હતો. આ એક એવુ મુહૂર્ત હોય છે જે દરેક કાર્યમાં વિજય અપાવે છે. આ વખતે જન્માષ્ટમી 2021 ના રોજ કૃષ્ણ જન્મનો દુર્લભ સંયોગ બની રહ્યો છે.

જન્માષ્ટમી પર દુર્લભ સંયોગ બની રહ્યો છે- શ્રીમદ ભાગવત અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ બુધવારે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્ર-કાળની મધ્યરાત્રિએ થયો હતો. સામાન્ય રીતે જન્માષ્ટમી નિમિત્તે વૃષભ રાશિનો ચંદ્રમા તો રહે છે પરંતુ રોહિણી નક્ષત્ર નથી હોતુ. આ વખતે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર 8 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે, જ્યારે ન કેવળ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર છે પરંતુ સોમવાર પણ છે. ગૌતમી તંત્ર નામના ગ્રંથ અને પદ્મ પુરાણ નામના ગ્રંથ મુજબ જો સોમવાર અથવા બુધવારે કૃષ્ણાષ્ટમી આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શુભ સમયમાં આ મંત્રોનો જાપ કરો- 30 ઓગસ્ટના રોજ, પૂજા માટે શુભ સમય 11:59થી 12:44 વાગ્યા સુધી રહેશે. એટલે કે મુહૂર્ત 45 મિનિટનુ હશે. આ સમય દરમિયાન, કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ તેમની મનોકામના પૂર્ણ કરે છે. જો મોડી રાત્રે જાપ કરવો શક્ય ન હોય તો 30 ઓગસ્ટના રોજ તમે દિવસમાં ઓછામાં ઓછા 108 વખત આ મંત્રોનો જાપ કરી શકો છો.

ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના માટેનો મંત્ર: જ્યોત્સ્નાપતે નમસ્તુભ્યમં નમસ્તે જ્યોતિશાં પતે!
નમસ્તે રોહિણી કાંત અર્ઘ્ય માં પ્રતિગૃહ્યતામ !!


સંતાન પ્રાપ્તિ માટેનો મંત્ર: આ મંત્રનો જાપ પતિ-પત્ની બંનેએ કરવો જોઈએ. આ માટે 2 મંત્રો છે, પહેલો મંત્ર- દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે! દેહિમે તનયં કૃષ્ણ ત્વામહં શરણમ્ ગત: !!
બીજો મંત્ર! કલી ગ્લૌં શ્યામલ અંગાય નમ: !!

લગ્નમાં વિલંબથી છુટકારો મેળવવાનો મંત્ર: ઓમ ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજનવલ્લભાય સ્વાહા.

Patel Meet