મનોરંજન

જાહ્નવી કપૂરના જીમનો લુક જોઈને આ કઈ અભિનેત્રીને ટેંશન થાય છે…જુઓ

સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની લાલડી દીકરી જાહ્નવી કપૂર ફેમસ સ્ટાર કિડ્સમાની એક છે. જાહ્નવીએ ફિલ્મ ‘ધડક’ દ્વારા ઈશાન ખટ્ટર સાથે બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં જાહ્નવીના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

મોટાભાગે જાહ્નવી પોતાની ફિલ્મો કે અન્ય કોઈને કોઈ બાબતને લીધે ચર્ચામાં આવી જ જાય છે. પોતાની કારકિર્દીની સાથે સાથે જાહ્નવી પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે.

Image Source

મોટાભાગે જાહ્નવીને પોતાના જીમની બહાર જોવામાં આવે છે. એવામાં એકવાર ફરીથી જાહ્નવીના જીમ અવતરાની તસ્વીરો સામે આવી છે જેમાં તે ખુબ જ ગ્લેમર અને આકર્ષક દેખાઈ રહી છે.

Image Source

જાહ્નવી આ તસ્વીરોમાં એટલી સુંદર લાગી રહી છે કે તેને જોઈને અભિનેત્રી કૈટરીના કૈફને પણ બળતરા કે ટેંશન થઇ શકે છે.

Image Source

સામે આવેલી નવી તસ્વીરોમાં જાહ્નવીએ સફેદ ટીશર્ટ અને બ્લેક શોર્ટ પહેરી રાખ્યું છે, જેમાં તે હંમેશાની જેમ ખુબ જ હોટ લાગી રહી છે.

એક ચૈટ શો માં કૈટરીના કૈફે મજાકનાં અંદાજમાં કહ્યું હતું કે તેને જાહ્નવીના શોર્ટ્સ વાળા લુકને જોઈને ખુબ જ ટેંશન આવે છે. કૈટરિનાએ કહ્યું હતું કે જે જીમમાં પોતે જાય છે, એજ જીમમાં જાહ્નવી પણ આવે છે અને તેને શોર્ટ્સ પહેરેલી જોઈને કૈટરિનાને ખુબ ટેંશન આવી જાય છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો જાહ્નવી જલ્દી જ ગુંજન સકસેનાની બાયોપીકમાં જોવા મળશે. આ સિવાય તે ‘દોસ્તાના-2’ અને કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે.