Janhvi Kapoor Latest Photo : સિંપલથી બોલ્ડ બનતી જઇ રહેલી જાહ્નવી કપૂરનો દરેક લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી તેની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ના નિર્દેશક શશાંક ખેતાન સાથે જોવા મળી હતી. અભિનેત્રી મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાં ચાહકોને તેનો ક્લાસી અને સ્ટાઇલિશ લુક પસંદ આવ્યો.
જાહ્નવીનો નવો લુક મિનિટોમાં થયો વાયરલ
જાહ્નવી કપૂરની આ તસવીરો જોઇ ચાહકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા. જાહ્નવી કપૂર આ તસવીરોમાં સફેદ ટોપ અને લો કમર જીન્સમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ લૂક એટલો ક્લાસી લાગતો હતો કે ફેન્સ તેના લુક પાછળ મરી મિટ્યા. જાહ્નવીની આ તસવીરો જોઈને લોકોની નજર તેના ટોપ પર જ અટકી ગઇ હતી. તેની પાછળનું કારણ એ હતુ કે અભિનેત્રીનું ટોપ ખૂબ જ ટાઇટ હતુ.
ફિટેડ વ્હાઇટ ટોપ સાથે પહેર્યુ લો કમર જીન્સ
જાહ્નવીનું આ ફિટેડ ટોપ ફ્રન્ટ સાઇડથી થોડું ઓડ લાગી રહ્યુ હતુ. જાહ્નવીએ તેના લુકને પૂર્ણ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ મેકઅપ કર્યો હતો તેમજ હાઈ હીલ્સ પહેરી હતી. અભિનેત્રી આ લુક સાથે કેમેરા સામે આવતાની સાથે જ તેની સ્ટાઈલ અને કિલર બ્યુટી જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા.
જાહ્નવીનું વર્કફ્રન્ટ
જાહ્નવીએ પણ કેમેરાની સામે પોઝ આપવામાં કોઇ કસર છોડી નહોતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી છેલ્લે ફિલ્મ ‘મિલી’માં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્માણ બોની કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું.આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો જાહ્નવી પાસે ઘણી શાનદાર ફિલ્મો છે.
અપકમિંગ પ્રોજેક્ટ્સ
જેમાં ‘દેવરા’, ‘દોસ્તાના 2’, ‘બોમ્બે ગર્લ’ અને ‘તખ્ત’નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, જાહ્નવી ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસને કારણે વધુ ચર્ચામાં રહે છે.