જાહ્નવી કપૂર અને વરુણ ધવનના સિઝલિંગ અને હદથી વધારે બોલ્ડ ફોટોશૂટે મચાવી બવાલ, તસવીરો જોઇ વરુણની પત્નીને પણ આવી જશે ગુસ્સો

જાહ્નવી કપૂર અને વરુણ ધવને બતાવ્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અંદાજ, બવાલની રીલિઝ પહેલા બંનેએ મચાવી બવાલ

Varun Dhawan Janhvi Kapoor Bold PhotoShoot : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ વરુણ ધવન અને જાહ્નવી કપૂર તેમની ફિલ્મ ‘બવાલ’ કે જે હાલમાં જ 21 જુલાઇએ રીલિઝ થઇ છે, તેને લઈને ચર્ચામાં છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર જાહ્નવી-વરુણ બંનેનું ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે. જેને લઈને ઈન્ટરનેટનો પારો વધી ગયો છે. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

વરુણ-જાહ્નવીએ કરાવ્યુ કોઝી ફોટોશૂટ
જેમાં તે વરુણ ધવન સાથે ખૂબ કોઝી પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જાહ્નવી અને વરુણ ધવન બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતા ખૂબ જ હોટ લાગી રહ્યા છે. જાહ્નવી અને વરુણની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. દરેક તસવીરમાં બંને એકથી વધુ પોઝ આપી રહ્યાં છે. જેના પરથી ચાહકોની નજર નથી હટી રહી. જાહ્નવી કપૂરે ફોટોશૂટ માટે બ્લેક ઑફ શોલ્ડર ડીપનેક ડ્રેસ પહેર્યો છે.

કેમેસ્ટ્રીએ ઇન્ટરનેટ પર લગાવી આગ
અભિનેત્રીએ ખુલ્લા કર્લ વાળ અને મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. જ્યારે વરુણ પણ બ્લેક લેધર જેકેટમાં આ ફોટોશૂટ કરાવ્યુ, આ દરમિયાન જાહ્નવી ગ્લેમરસ તો વરુણ પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. જાહ્નવી સાથેની તેની કેમેસ્ટ્રી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. વરુણ અને જાહ્નવીની આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી છે. જાહ્નવી-વરુણનું આ બોલ્ડ ફોટોશૂટ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.

તસવીરો જોઈને વરુણ ધવનની પત્ની નતાશા દલાલને થશે જલન
આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. બંનેના ફેન્સ પણ આ વિશે જ ચર્ચા કરી રહ્યા છે. વરુણ અને જાહ્નવીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેના ફોટોશૂટ પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે જો કે, ઘણા લોકોનું કહેવું છે કે આ તસવીરો જોઈને વરુણ ધવનની પત્ની નતાશા દલાલને જલન થઇ હશે. જણાવી દઇએ કે, ફિલ્મ ‘બવાલ’ 21 જુલાઈએ રિલીઝ થઇ. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ કરવામાં આવી છે.

ફિલ્મ ‘બવાલ’ 21 જુલાઇએ OTT પર થઇ રીલિઝ
ફિલ્મ ‘બવાલ’ પહેલી એવી ફિલ્મ છે, જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર એકસાથે જોવા મળ્યા. હવે જોવાનું એ રહેશે કે બંનેની જોડી અજાયબી કરશે કે કેમ. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બવાલનું શૂટિંગ અનેક આંતરરાષ્ટ્રીય સ્થળો પર થયું છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

Shah Jina