ફાસ્ટ ફૂડ જોઇને ડાઇટિંગ ભૂલી જાય છે જાહ્નવી કપૂર, જુઓ ધડક ગર્લનો ગ્લેમર લુક

FAST ફૂડ જોતા જ ગાંડી થઇ જાહ્નવી, જુઓ કેવા નખરા કરી રહી છે

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

જાહ્નવી કપૂર બી ટાઉનની તે અભિનેત્રીઓમાંની એક છે. જે તેની ફિટનેસ અને જીમ લુકને લઇને ચર્ચામાં રહે છે. જાહ્નવી ભલે ફિટ બોડી મેળવવા માટે જીમમાં પરસેવો પાડતી હોય પરંતુ તે ફાસ્ટ ફૂડ જોઇ ચટોરી બની જાય છે. જાહ્નવી તેના જીમ લુકને લઇને ઘણી છવાયેલી રહેતી હોય છે અને આ સાથે સાથે તે તેના લુકને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.

જાહ્નવી ઘણીવાર ડાઇટિંગ ભૂલી પરિવાર કે મિત્રો સાથે ફાસ્ટ ફૂડ એન્જોય કરતી જોઇ શકાય છે.હાલમાં જ જાહ્નવીની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. જેમાં તે વૈનિટી વેનમાં ખાવાનું એન્જોય કરતી જોવા મળી રહી છે.

લુુકની વાત કરીએ તો, જાહ્નવી રેડ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે આંખો પર ગિલ્ટરી મેકઅપ કર્યો છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જાહ્નવીએ આ આઉટફીટમાં તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેની અક્સા ગેંગના સભ્યો સાથે જોવા મળી રહી છે.

આ તસવીરમાં જાહ્નવીના લુક પર બધાની નજર અટકી ગઇ છે. તેણે નવા હેરકટ કરાવ્યા છે. જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. આમ તો જાહ્નવીના બધા જ લુક ગ્લેમરસ હોય છે, પરંતુ તે આ લુકમાં ગ્લેમરસની સાથે સાથે ક્યુટ પણ લાગી રહી છે.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે. જાહ્નવીના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 11.9 મિલિયન ફોલોઅર્સ છે.

આ પહેલી વાર નથી કે જાહ્નવી ફૂડ એન્જોય કરતી જોવા મળી હોય. કેટલાક દિવસ પહેલા જ જાહ્નવી તેની બહેન ખુશી કપૂર અને ટ્રેનર નમ્રતા પુરોહિત સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ દરમિયાન પણ તે ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Shah Jina