બોયફ્રેન્ડના ચિકન સલાડ ઓર્ડર ન કરવા પર જાહ્નવી કપૂરે લીધુ હતુ બ્રેકઅપ, આગળ જે ખુલાસો કર્યો એ જાણીને શરમાઈ જશો 

કોફી વિથ કરણ સીઝન 7ના નવા એપિસોડમાં જાહ્નવી કપૂર અને સારા અલી ખાન હાજર રહ્યા હતા. અહીં બંનેએ પોતાના સાથે જોડાયેલી ઘણી વાતો પરથી પડદો ઉઠાવ્યો. બંનેએ પોત-પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા, જેમાંથી ઘણા તો ચાહકો જાણી આશ્ચર્યચકિત રહી ગયા હતા. જાહ્નવી કપૂરે જણાવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે કેવી રીતે બ્રેકઅપ કર્યું. તેણે કહ્યુ કે, તેના બોયફ્રેન્ડે તેના માટે ચિકન સલાડનો ઓર્ડર આપ્યો ન હતો જેના કારણે તેણે બ્રેકઅપ કરી લીધુ. જાહ્નવીની આ કબૂલાત સાંભળીને કરણ જોહર અને સારા અલી ખાન ચોંકી ગયા હતા.

જો કે, જાહ્નવી એ જણાવ્યું કે આ બ્રેકઅપ બાદ બંનેનું 6 કલાકમાં પેચઅપ થઈ ગયું હતું. જાહ્નવીએ અહીં તેની માતા શ્રીદેવી વિશે પણ વાત કરી હતી, જેનું 2018માં નિધન થયું હતું. અભિનેત્રીએ કહ્યું કે તેણે હજુ સુધી તેની માતાની ખોટ અનુભવી નથી. તેણે તેના સાવકા ભાઈઓ અર્જુન કપૂર અને અંશુલા કપૂર સાથેના સંબંધો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે મને લાગે છે કે અંશુલા દીદી અને અર્જુન ભાઇ વિના આમાંથી બહાર નીકળવું અશક્ય હતું. મને લાગે છે કે મેં જે નુકસાન સહન કર્યું છે તેની ભરપાઈ કોઈ કરી શકશે નહીં.

આ શોમાં અન્ય ઘણા ખુલાસા થયા હતા. જાહ્નવી કપૂર અને સારાએ તેમની કેદારનાથ ટ્રીપ વિશે પણ વાત કરી હતી. ત્યારે હવામાનને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઠંડીના કારણે તેની હાલત ખરાબ હતી. તે જ સમયે, માત્ર 6000 રૂપિયા બચાવવા માટે સારાએ હોટલ લીધી જ્યાં હીટર નહોતું. શોમાં કરણ જોહરે જણાવ્યું હતું કે એક સમયે બંને અભિનેત્રીઓ 2 ભાઈઓને ડેટ કરતી હતી. ત્યારથી જ સવાલો થવા લાગ્યા કે આ બે કોણ છે? એવું માનવામાં આવે છે કે તેઓ વીર પહારિયા અને શિખર પહારિયા છે. વીરે સારાને ડેટ કરી હતી.

સારાએ પણ અગાઉ વીર સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. વીર વધુ અભ્યાસ માટે દુબઈ ગયો હતો. જો કે, જાહ્નવી એ ક્યારેય શિખર સાથેના સંબંધોને સ્વીકાર્યા નથી. શિખર પણ વધુ અભ્યાસ માટે બહાર ગયો હતો.જણાવી દઇએ કે, કરણ જોહરે શોમાં જાહ્નવી કપૂરની ડ્રેસિંગ સેન્સ અને વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. કરણે જાહ્નવીને અને હોટનો ટેગ આપ્યો હતો. જાહ્નવી અને સારા અલી ખાનની મિત્રતા આ શોની સૌથી મોટી ખાસિયત હતી.

ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન અને જાહ્નવી કપૂર વચ્ચેના આ નવા એપિસોડમાં સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા પણ સૌથી મોટી હાઈલાઈટ હતા. જે રીતે બંને અભિનેત્રીઓ વિજય દેવેરાકોંડા સાથે એકબીજાનું નામ જોડવા પર નમેલી દેખાતી હતી, તે મજાનુ હતુ. સારાએ કબૂલ્યું કે તે વિજય દેવરાકોંડાને ડેટ કરવા માંગે છે. વિજય દેવરાકોંડાનું નામ આવતાની સાથે જ બંને અભિનેત્રીઓના હાવભાવ બિલકુલ બદલાઈ જતા. તેઓ શરમાળ થવા લાગે છે.

Shah Jina