પાર્ટીમાં બોલિવુડની હસીનાઓનો જાદુ: મલાઇકા અરોરાએ વરસાવ્યો કહેર તો બિકિની બ્લાઉઝ સાથે જાહ્નવીએ પહેરી એવી સાડી કે બધાના મોં રહી ગયા ખુલ્લા, જુઓ તસવીરો

બિકીની વાળી સાડી પહેરીને જાહ્નવી કપૂર આવી ગઈ પાર્ટીમાં, જુઓ અંદરની તસવીરો

લગ્નની શહેનાઈ ફરી એકવાર બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ગુંજવા જઈ રહી છે. ટૂંક સમયમાં ભારતીય ફેશન ડિઝાઈનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતા લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે કુણાલ રાવલની પ્રી વેડિંગ પાર્ટીમાં બોલિવુડ સેલિબ્રિટીઓએ તો આગ લગાવી દીધી હતી. બોલિવુડ હસીનાઓ ટ્રેડિશનલ લુકમાં ચાહકોને ઘાયલ કરતી જોવા મળી હતી. લાંબા સમય બાદ બોલિવૂડમાં થઈ રહેલી આ પાર્ટીને લઈને દરેકના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોટાભાગે વેસ્ટર્ન સ્ટાઈલમાં જોવા મળતી મલાઈકા અરોરા ટ્રેડિશનલ સ્ટાઈલમાં જોવા મળી હતી. જ્યારે જાહ્નવી કપૂરે બિકી બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી. જાહ્નવી કારમાંથી ઉતરતાની સાથે જ કેમેરા તેના તરફ વળી ગયા હતા. જાહ્નવી સાડીમાં ઘણી જ ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી હતી. આ ઉપરાંત સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર તેની માતા મહિપ કપૂર સાથે કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પણ પહોંચી હતી

અને બોલિવુડ અભિનેતા વરુણ ધવન પણ પત્ની નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન વરુણ તેની પત્ની નતાશાનું ખૂબ ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. નીના ગુપ્તાની દીકરી અને ફેમસ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા પણ આ પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં જે પણ અભિનેત્રીઓ પહોંચી હતી તેમની લગભગ એક જ સ્ટાઈલ હતી.આ પાર્ટીની જો કોઇ હસીના લાઇમલાઇટ ચોરી ગઇ હોય તો તે છે જાહ્નવી કપૂર. જાહ્નવી પર જ બધાની નજર ટકેલી હતી,

તે સાડીમાં એટલી હોટ લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવવી લોકોની મુશ્કેલ બની રહી હતી. જાહ્નવી કપૂર આ દિવસોમાં OTT પર ઘણી ચર્ચામાં છે. તેની થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુડલક જેરી’ને લઇને તે હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર એક બિહારી છોકરીના રોલમાં છે અને તેની સ્ટાઇલના પણ વખાણ થયા છે. જાહ્નવી પાસે હાલમાં ઘણી ફિલ્મો છે.

કુણાલ રાવલની વાત કરીએ તો, મીડિયા અહેવાલ મુજબ, કુણાલ રાવલ અને અર્પિતા મહેતા 28 ઓગસ્ટે મુંબઈના તાજમહેલ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનને એકદમ ખાનગી રાખ્યું, પરંતુ આ ફંક્શનમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કુણાલ રાવલના વેડિંગ પાર્ટીમાં પહોંચી હતી. આ ઉપરાંત રકુલ પ્રીત સિંહ પણ તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે પાર્ટીમાં પહોંચી હતી.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પાર્ટીમાં એકસાથે જોરદાર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. મલાઇકાએ વ્હાઇટ લહેંગા ચોલી પહેરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. તો બીજી બાજુ અર્જુન કપૂર બ્લૂ સિક્વન્સ વર્ક કુર્તા પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો. આ શાહી લગ્નની પાર્ટીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.

જાહ્નવી કપૂરની વાત કરીએ તો, તેના દરેક દેખાવથી તેના ચાહકોના દિલને ઘાયલ કરવાની એક પણ તક છોડતી નથી. તેનો સ્ટાઈલિશ અવતાર જોઈને લોકોના હોંશ ઉડી જાય છે. જ્યારે તે ફિલ્મોમાં પોતાની જાતને સાબિત કરવામાં વ્યસ્ત છે, ત્યારે દિવા ફેશનની બાબતમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પશ્ચિમી પોશાકથી લઈને ભારતીય પોશાક સુધી, હસીનાએ તેની બોલ્ડનેસથી પાયમાલ કરવામાં કોઈ કસર છોડી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો તમે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર એક નજર નાખો, તો તમે જોઈ શકો છો કે તે દરેક સિલુએટમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. આનું કારણ તેણે પોતાની જાતને શ્રેષ્ઠ રીતે સ્ટાઈલ કરી છે. હાલમાં જ્યારે તે સાડી સાથે બિકી બ્લાઉઝ પહેરીને કુણાલ રાવલની પ્રી વેડિંગ પાર્ટીમાં પહોંચી ત્યારે તેણે પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના આ લુકની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina