જાહ્નવી કપૂરનું નવુ ઘર છે ખૂબ જ શાનદાર, તસવીરો જોઇ આંખો પહોળી રહી જશે

WOW : કેટલું સુંદર છે જ્હાન્વી કપૂરનું નવું ઘર, ધાબા પર ઉજવ્યો હતો બહેન ખુશીનો 21મો બર્થ ડે – જુઓ PHOTOS

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરે તેનું નવુ ઘર લીધુ છે. જો કે, જૂહુ વાળા આ ઘરમાં તે અત્યારે શિફ્ટ થઇ નથી. ઇટાઇમ્સ અનુસાર આ નવા ઘરમાં તે તેના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે રહેશે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ઘરનું કંસ્ટ્રક્શંસનું કામ ખૂબ જ જોરોશોરોથી ચાલી રહ્યુ છે. જાન્હવી અને ખુશીની તસવીરો વાયરલ થઈ છે, જે તેમણે આ ઘરની ટેરેસ પર લીધી હતી.(Image Credit/Instagram-etimes)

અહીં ખુશી કપૂરનો જન્મદિવસ જોરદાર રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ ટેરેસમાંથી ડાઇનિંગ એરિયાથી લઈને સ્વિમિંગ પૂલ અને પાર્ટી એરિયાનો નજારો ખૂબ જ અદભૂત છે. જ્યાંથી તમે ઉભા રહીને મુંબઈના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.

ઇટાઇમ્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર જાહ્નવીના નવા ઘરનો અદભૂત નજારો બતાવવામાં આવ્યો છે અને અહેવાલ છે કે બિલ્ડિંગનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખુશી કપૂરે શુક્રવારે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, જેમાં તેના નજીકના મિત્રો સામેલ થયા હતા અને કેટલીક સેલિબ્રિટીઓ પણ આ સેલિબ્રેશનનો ભાગ હતી.

આ પાર્ટીમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ, સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન અને તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ, વરુણ ધવનની ભત્રીજી અંજનીએ હાજરી આપી હતી.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

Shah Jina