ફેશન શોમાં જાહ્નવી કપૂરના હુસ્નનો જલવો, બધી તરફ મચી ગઇ બવાલ…હોટ તસવીરો પર ચાહકો ફિદા

સિતારાએ જમીન પર ઉતરી સજાવી, પછી હુસ્નપરીએ સ્ટેજ પર અદાઓનો જલવો વિખેર્યો…મિનિટોમાં મચી ગઇ બવાલ !

Janhvi Kapoor in blue shimmery lehenga : બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે દિલ્હીમાં ફેશન શો દરમિયાન પોતાની સુંદરતાથી લોકોને દંગ કરી દીધા હતા. જાહ્નવી કપૂરે સિક્વન્સ બ્લુ લહેંગામાં રેમ્પ પર એવી સ્ટાઈલ બતાવી કે જેણે લોકોના દિલમાં બવાલ મચાવી દીધી. જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાની સુંદરતાથી ધૂમ મચાવી છે. તેણે દિલ્હીમાં India Couture ફેશન વીકમાં પોતાની સ્ટાઈલનો એવો અંદાજ બતાવ્યો કે બધા તેને જોતા જ રહી ગયા.

બ્લૂ શિમરી લહેંગામાં જાહ્નવી કપૂરે મચાવી ધમાલ
જાહ્નવી કપૂરે બ્લૂ શિમરી લહેંગામાં બોલ્ડનેસનો ઉમેરો કર્યો હતો. અભિનેત્રીની દરેક અદાઓ જોઈને એવું લાગે કે જાણે કોઈ સુંદર મહિલા પોતાના શરીરની આસપાસ તારાઓ વીંટીને સ્ટેજ પર ચાલી રહી હોય. જાહ્નવી કપૂરે ફેશન શોમાં બ્રાલેટ સ્ટાઈલનો બ્લાઉઝ તેમજ લહેંગો પહેર્યો હતો અને પાછળની બાજુથી ખભા પર દુપટ્ટો લગાવ્યો હતો. જાહ્નવીએ વાળને સાઇડ પાર્ટીશન આપીને મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

રેમ્પ વોક દરમિયાન ફિગર જોઇ સૌ કોઇના હાલ થયા બેહાલ
તેની આ દરમિયાનની તસવીરોએ તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઈન્ડિયા કોચર વીકમાં શો સ્ટોપર તરીકે જાહ્નવી કપૂરનો અદભૂત લુક જોવા મળ્યો હતો. આ દરમિયાન જાહ્નવી કપૂર રેમ્પ પર એક કરતા વધારે પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીનું રેમ્પ વોક આત્મવિશ્વાસથી ભરેલું હતું. આ દરમિયાન બવાલ એક્ટ્રેસની દરેક સ્ટાઈલ ખૂબ જ સુંદર અને કિલર હતી.

તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ
જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. જાહ્નવીની આ તસવીરો જોઈને તેના ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રીની આ તસવીરો જંગલમાં આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન બ્લૂ શિમરી લહેંગામાં જાહ્નવી હુસ્નની પરી લાગી રહી હતી.

જાણીતા ફેશન ડિઝાઇનર ગૌરવ ગુપ્તા માટે બની શોસ્ટોપર
જાહ્નવી જાણીતા ફેશન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના શો માટે શોસ્ટોપર બની હતી. જાહ્નવીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે હાય બાર્બી ક્યુટ અંદાજમાં બોલતી જોવા મળી રહી છે અને તે આ પછી બકરીનો પણ અવાજ કાઢે છે. જાહ્નવીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીની તાજેતરમાં જ વરુણ ધવન સાથેની ફિલ્મ બવાલ ઓટીટી પર રીલિઝ થઇ છે. બીજી તરફ જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ મિસિસ ઔર મિસ્ટર માહીમાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina