સાડીની સાથે બિકિની બ્લાઉઝ પહેરીને જાહ્નવી કપૂર પાર્ટીમાં ગઈ, ચાર ચાર ચાંદ લગાવી દીધા…

બૉલીવુડ સ્ટારકિડ્સમાંની એક જાહ્નવી કપૂર હંમેશા પોતાની બોલ્ડનેસને લીધે છવાતી રહે છે. જાહ્નવી કપૂરને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને થોડો જ સમય થયો છે અને તેણે ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ બનાવી લીધું છે. ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી જાહ્નવી પોતાના અભિનયને બદલે પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજને લીધે ચર્ચામાં બનેલી રહે છે.જાહ્નવીને પાર્ટી કરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર લેટ નાઈટ પાર્ટી કરતી પણ જોવા મળે છે.

જાહ્નવીએ ફિલ્મ ધડક દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે જાહ્નવી પોતાની ચુલબુલી અદાઓ, ફેશન સ્ટાઇલ અને આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. 

જાહ્નવી કપૂર લોકોને ઘાયલ કરવા અને પોતાના તરફ આકર્ષિત કરવા માટેનો એક પણ મોકો નથી છોડતી. એવામાં ગત રાત્રે જાહ્નવી ફેમસ ડિઝાઇનર કૃણાલ રાવલની પ્રિ વેડિંગ પાર્ટીમાં પહોંચી હતી, આ સમયે ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, જો કે આ પાર્ટીમાં જાહ્નવીએ સમગ્ર લાઈમલાઈટ ચોરી લીધી હતી.

આ સમયે જાહ્નવીએ વ્હાઇટ શિમરી સાડી પહેરી હતી અને સુંદર ડીઝાઈનર બ્લાઉઝ પહેર્યો હતો જાહ્નવીનો આ બ્લાઉઝ એદકમ બિકી ટાઇપમાં હતો. જે તેના ટ્રેડિશનલ અવતારમાં મોર્ડન સ્ટાઇલનો તડકો લગાવી રહ્યો હતો. જાહ્નવીનો આ લુક બેકલે સ્ટાઇલમાં હતો અને આમાં તેની હોટનેસ ઉભરાઈ રહી હતી અને લોકો તેને જોતા જ રહી ગયા હતા.

જાહ્નવીએ આ સાડી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનથી પીક કરી હતી. સાડીને બનાવવામાં જોર્જેટ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર મલ્ટીકલર સિકવન જોડવામાં આવી છે. જેમાં પર્પલ, લાઈટ બ્લુ અને સિલ્વર કલર શામિલ છે.અને તેનું બ્લાઉઝ સિલ્ક અને સાટીન ફેબ્રિકથી બનેલું છે જે તેને બિકી લુક આપી રહ્યું છે.

સાડી સાથે જાહ્નવીએ હેવી ફાઉન્ડેશ, ગ્લોસી મોવ લિપ્સ, શિમરી સ્મોકી આઈશેડો અને મસ્કરા લગાવ્યા હતા અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. જાહ્નવીએ કલરફુલ ઇયયરિંગ પણ પહેર્યા હતા જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. જાહ્નવીએ આ આઉટફિટમાં પોતાની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે.

તસવીરો શેર કરીને જાહ્નવીએ કેપ્શનમાં ‘આઈસી સ્પાઈસી’ પણ લખ્યું છે. જાહ્નવીએ કેમેરા સામે અવનવા કાતિલાના પોઝ પણ આપ્યા હતા, જે ખુબ વાયરલ થઇ રહ્યા છે. ચાહકો પણ જાહ્નવીનો આ અવતાર ખુબ પસંદ કરી રહ્યા છે, અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે. જાહ્નવીએ પોતાની આવી કાતિલાના તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

પોતાની પહેલી જ ફિલ્મ ધડકથી પોતાની અદાકારીની પ્રશંસા મેળવનાર જાહ્નવી કપૂર સાથે આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર પણ હતો અને આ ફિલ્મથી તે બંનેના રિલેશનની ચર્ચાઓ પણ શરૂ થઇ હતી. જો કે, તે બંનેનું થોડા જ સમયમાં બ્રેકઅપ થઇ ગયુ હતુ. હાલ જાહ્નવી ઓરહાનને ડેટ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી ફિલ્મ બવાલની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં વરુણ ધવન પણ જોવા મળશે. ફિલ્મ 2023માં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ સિવાય જાહ્નવી પાસે બોમ્બે ગર્લ, રણભૂમિ, દોસ્તાના-2, તખ્ત જેવી ફિલ્મો છે. જાહ્નવીની ફિલ્મ ગુડ લક જેરી ગત દિવસોમાં જ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે, જેને દર્શકોએ ખુબ પસંદ કરી છે. આ સિવાય જાહ્નવી પાસે મિસ્ટર એન્ડ મિસિસ માહી અને બોની કપૂરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ મિલી પણ છે.

Krishna Patel