રોજ રોજ દરેક હદ પાર કરી રહી છે જાહ્નવી કપૂર, ચાહકો બોલ્યા-ઉફ્ફ, દિવસેને દિવસે આ હોટ થતી જાય છે

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટારકિડ્સ માની એક જાહ્નવી કપૂર રોજ બરોજ બોલ્ડ થતી જઈ રહી છે. આ વાતની સાબિતી જાહ્નવીનો લુક આપે છે.જેમાં બોલ્ડ દેખાવા માટે જાહ્નવી કંઈપણ કમી નથી રાખતી. જાહ્નવી પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન, સ્ટાઈલિશ અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે.

જાહ્નવીની ડ્રેસિંગ સ્ટાઈલ તેના ચાહકો પણ કોપી કરે છે. તેની દરેક સ્ટાઇલ સામે આવતા જ વાયરલ થઇ જાય છે. હાલના દિવસોમાં જાહ્નવી પોતાની ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 29 જુલાઈના રોજ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે, અને પ્રમોશનના બહાને તે અવનવા અવતારમાં સ્પોટ થઈને લોકોનું દિલ લૂંટી રહી છે.

ગત દિવસોમાં જાહ્નવી આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે સ્પોટ થઇ હતી, અને હંમેશાની જેમ તેનો લુક લોકોને લુભાવનારો હતો. આ લુક સાથે જાહ્નવીએ ફોટોશૂટ પણ કરાવ્યુ છે અને તસવીરો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. સામે આવેલી તસ્વીરોમાં જાહ્નવીએ મલ્ટી કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો છે જેમાં તે સુપર બોલ્ડ લાગી રહી છે.

જાહ્નવીનો આ ડ્રેસ માત્ર બે દોરીઓ પર ટકેલો હતો. જેને પહેરીને જાહ્નવી પોતાના લુક્સ અને કાતિલાના અંદાજથી લોકોને મદહોશ કરી રહી હતી. ખાસ વાત એ છે કે આ ડ્રેસ જાહ્નવીએ બ્રાલેસ થઈને પહેર્યો હતો. જાહ્નવીએ આ આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળને કર્લી લુક આપતા ખુલ્લા રાખ્યા હતા. આ સિવાય જાહ્નવીએ હાથમાં બ્રેસલેટ પણ પહેર્યું છે. આ આઉટફિટમાં જાહ્નવીની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

તસવીરો શેર કરીને જાહ્નવીએ કેપ્શનમા લખ્યું કે, “#જેરી, ઇઝન્ટ સો બ્લુ એનીમોર” અને સાથે રેઈનબોની ઈમોજી પણ પોસ્ટ કરી છે. જાહ્નવીનો આ ડ્રેસ આગળથી એકદમ ડીપ છે, જેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી છે. આ આઉટફીટમાં જાહ્નવીએ અલગ અલગ પોઝ આપ્યા છે.

જાહ્નવીની ફિલ્મ ગુડ લક જેરી સાઉથ ફિલ્મની રીમેક છે, જેમાં લીડ રોલ નયનતારા એ નિભાવ્યો હતો. જાહ્નવીની આ ફિલ્મ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ માનવામાં આવી રહી છે, કેમ કે તેણે ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. આ સિવાય જાહ્નવી વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે, જે વર્ષ 2023માં રિલીઝ થશે.

આ સિવાય તે જન ગન મન ફિલ્મમાં પણ કામ કરી છે જેમાં વિજય દેવરકોંડા અને પુજા હેગડે પણ જોવા મળશે, આ સિવાય જાહ્નવી પાસે દોસ્તાના-2 અને તખ્ત ફિલ્મ પણ છે. ગત દિવસોમા જાહ્નવી કરણ જોહરના શો કોફી વિથ કરન-7માં સારા અલી ખાન સાથે પહોંચી હતી.શોમાં જાહ્નવીએ ઘણી દિલચસ્પ વાતો કહી હતી.

Krishna Patel