મનોરંજન

મુશળધાર વરસતા વરસાદની અંદર જિમમાં પહોંચી જાહ્નવી કપૂર, સામે આવી ઢગલાબંધ તસવીરો, જોઈને હોશ ઉડી જશે

મુંબઈના વરસાદમાં જાહ્નવી ટૂંકી ટૂંકી ચડીમાં એવી ભીંજાઈ એવી ભીંજાઈ કે…ઉફ્ફ્ફ જુઓ PHOTOS

ફિલ્મી દુનિયાની અંદર કલાકારો લાઇમ લાઇટમાં હંમેશા રહેતા હોય છે, તેમની નાની નાની ગતિવિધિઓ પણ કેમેરામાં કેદ થાય છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે.

હાલ બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.

જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે મુશળધાર વરસાદની અંદર પણ જિમમાં છત્રી લઈને જતી જતી જોવા મળી હતી. તે દરમિયાન ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા અને જાહ્નવીની ઢગલાબંધ તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી.

જાહ્નવી કપૂર બોલીવુડની એ અભિનેત્રીઓમાં છે જે પોતાના કામને લઈને ખુબ જ કમિટેડ રહે છે. જાહ્નવી પોતાની જાતને ફિટ રાખવા માટે જિમ અને યોગનો પણ સહારો લે છે.

મુંબઈમાં વરસતા મુશળધાર વરસાદ વચ્ચે પણ જાહ્નવી જિમમાં જતો સ્પોટ થઇ હતી. આ દરમિયાન કેટલીક તસવીરો તેના જિમની બહારથી સામે આવી છે.

વરસાદથી બચવા માટે જાહ્નવીએ હાથમાં છત્રી પણ રાખી છે. તો આ દરમિયાન તેને પોપટી રંગનું શોર્ટ અને સફેદ રંગની જિમ ફિટ બ્રા પહેરી હતી.

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે ફિલ્મ “ધડક”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, જેના બાદ તેની પાસે ઘણી ફિલ્મો આવી ગઈ. જાહ્નવી છેલ્લે ફિલ્મ “રુહી”માં જોવા મળી હતી.

જાહ્નવી પાસે હાલમાં સિદ્ધાર્થ સેનગુપ્તાની “ગુડ લક જેરી” ઉપરાંત “બોમ્બે ગર્લ, રણભૂમિ, દોસ્તના-2, અને “તખ્ત” જેવી ફિલ્મો છે.