આ કોણ મર્દ સાથે હાથમાં હાથ નાખીને બીચ પર નીકળી પડી જાહ્નવી કપૂર? સિક્રેટ તસવીરો થઇ વાયરલ
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં એકથી ચડિયાતી એક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાપ તેની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરોથી તે ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. હાલમાં જાહ્નવીએ ફરી તેની બોલ્ડ તસવીર શેર કરી છે.
જાહ્નવી કપૂરે બુધવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી હતી. ઢળતી સાંજ વચ્ચે સમુદ્રના પાણીમાં જાહ્નવીની કાતિલાના અદાઓના પલકો ઝપકાવતા જ ચાહકો દીવાના થઇ ગયા હતા. તસવીર શેર કર્યાના 15 મિનિટમાં જ આ પોસ્ટ પર 1 લાખથી વધુ લાઇક્સ આવી ગઇ હતી.
કેટલાક ચાહકોએ જાહ્નવીને ઢળતી સાંજથી પણ વધારે ખૂબસુરત જણાવી દીધી. પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા મિસ્ટ્રી મેનની છે. જે જાહ્નવી સાથે સમુદ્રમાં દોડ લગાવી રહ્યો છે. જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર તસવીરો શેર કરી છે. તેમાંથી એક તસવીરમાં મિસ્ટ્રી મેન છે.
અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તેણે પહેરી છે અને તે પાણીની લહેરો વચ્ચે ઊભા રહી પોઝ આપી રહી છે. બીજી તસવીરમાં તે કોઇ વ્યક્તિનો હાથ પકડી દોડતી જોવા મળી રહી છે. ત્યાંજ ત્રીજી તસવીરમાં તેણે સૂર્યાસ્ત બતાવ્યો છે અને ચોથી તસવીરમાં તે ચટ્ટાનો પર બેઠેલી છે અને પોઝ આપતી જોવા મળી રહી છે.
જાહ્નવી કપૂર આ તસવીરોમાં ઘણી જ હોટ લાગી રહી છે. આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ કે, બધી ધૂંધલી સૂર્યાસ્તની અડધી સુંદરતા અસ્થાયી પણ હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે, જાહ્નવીની આ તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે અને ચાહકો દ્વારા પણ આ તસવીરોને પસંદ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નવભારત ટાઇમ્સ અનુસાર, જાહ્નવી સાથે જે મિસ્ટ્રી મેન જોવા મળી રહ્યા છે તે ઓરહાન અવત્રામણિ છે. તેમની ઓળખ એ છે કે, તે બોલિવુડ ન્યુ જનરેશનમાં કેટલાકના ખાસ મિત્ર છે. ઓરહાન જાહ્નવી, સારા અલી ખાન, ઇબ્રાહિમ ખાન, અન્નયા પાંડે, શનાયા કપૂર, અલાયા એફના ખાસ મિત્રમાં સામેલ છે. આ બધા સાથે અહાનની કેટલીક તસવીર સામે આવી ચૂકી છે.
View this post on Instagram
ઓરહાન મુંબઇમાં રહે છે અને તે કોલમ્બિયા યુનિવર્સિટીમાં સારા અલી ખાનના ક્લાસમેટ પણ રહી ચૂક્યા છે.