ડેકીમાં છૂપવાથી લઇને કંબલ ઓઢવા સુુધી, જાહ્નવી કપૂરે જણાવી તેની સીક્રેટ ટ્રિક્સ
બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં તેની જગ્યા બનાવી લીધી છે. જાહ્નવીનો માસૂમ ચહેરો અને તેનો ચુલબુલ સ્વભાવ ચાહકો અને કો-સ્ટાર્સને ઘણો પસંદ આવે છે. શુટિંગમાં વચ્ચે સમય મળવા પર જાહ્નવી કપૂર ઘણુ એન્જોય કરે છે અને શરારત પણ કરે છે. પરંતુ તેનો આ નટખટ સ્વભાવ માત્ર સેટ સુધી સીમિત રહેતો નથી. હાલમાં જ જાહ્નવીએ કેટલાક ચોંકાવનાર રાઝ ખોલ્યા છે.
જાહ્નવીએ એક શોમાં જણાવ્યુ કે, તે પેપરાજીથી બચવા માટે કેવી ટ્રિક્સ અજમાવતી હતી. બોલિવુડ લાઇફના રીપોર્ટ અનુસાર અભિનેત્રીએ જણાવ્યુ કે, એકવાર પેપરાજીથી બચવા માટે તેણે તેની ગાડીને બીજા રસ્તા પર મોકલી દીધી હતી અને પોતે કેબ લઇને મિત્રો સાથે ઘરે ચાલી ગઇ. જો કે, તો પણ પેપરાજી કારને સ્પોટ કરવામાં સફળ રહ્યા હતા જેમાં જાહ્નવી કપૂર બેઠેલી હતી.
પરંતુ પેપરાજીથી બચવા માટે આ ટ્રિક માત્ર અહીં સુધી સીમિત નથી. અભિનેત્રીએ ઘણીવાર પેપરાજીથી બચવા માટે ગાડીની ડેકીમાં છૂપાઇ જતી હતી. જાહ્નવી કપૂરે જણાવ્યુ કે, તેની ગાડીમાં હંમેશા એક કંબલ રહેતો, જો તે કોઇ જગ્યાએ ના જવા ઇચ્છે અને કોઇને ન મળવા ઇચ્છે તો તે સ્થિતિને અવોઇડ કરતી હતી.
જાહ્નવી તેની માતા શ્રીદેવી અને પિતા બોની કપૂરની જેમ ઘણી ઝડપથી સફળતાની સીડીઓ ચઢી રહી છે અને ઉમ્મીદ છે કે તે તેની માતા શ્રીદેવીની જેમ સ્ટારડમ હાંસિલ કરશે. જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “રુહી”માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર અને વરુણ હતા. આ ફિલ્મમાં તેના કામને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. જાહ્નવી “ગુડ લક જેરી”માં જોવા મળશે.
આ ઉપરાંત તે કરણ જોહરની “દોસ્તાના 2″માં પણ જોવા મળશે. તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ “ધડક”થી કરી હતી. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ પર વધુ સફળ રહી ન હતી પરંતુ જાહ્નવીના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી.