બ્લેક હોટ ડ્રેસમાં, હાથમાં સેન્ડલ પકડી મિત્રો સાથે આવી રીતે કર્યો અજીબોગરીબ ડાંસ, ચાહકોએ કહ્યુ- પાગલોની ગેંગ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. જાહ્નવીએ એક વીડિયો શેર કર્યો છે, જે હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જાહ્નવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની અક્સા ગેંગ સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. આ એક મજેદાર વીડિયો છે. તમને જણાવી દઇએ કે, અભિનેત્રી ઘણીવાર તેના મિત્રો સાથે ડાંસ કરતી જોવા મળે છે.

વીડિયોમાં જાહ્નવી એક ફોટોશૂટ માટે તૈયાર દેખાઇ રહી છે અને તેના માટે તેણે સ્ટાઇલિશ બેકલેસ બ્લેક ડ્રેસ પહેર્યો છે. આ વીડિયોમાં તે હાથમાં ચંપલ લઇને ડાંસ કરતી જોવા મળી રહી છે. ડાંસ વીડિયો ઘણો ફની છે. તેણે આ વીડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યુ છે કે, અક્સા ગેંગ ઇઝ બેક.

જાહ્નવીના આ વીડિયો પર ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર જાહ્નવીના ભાઇ અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યુ કે, આને ડિસ્કસ કરવા માટે આપણે અલગથી ડિનર કરવુ પડશે. અભિનેત્રીના આ વીડિયો પર અત્યાર સુધી 3 લાખથી પણ વધારે લાઇક્સ આવી ગઇ છે.

આ વીડિયો પર ચાહકોએ કમેન્ટ કરતા લખ્યુ કે, જાહ્નવી તમને અંદાજ નથી કે તમે કેટલા સુંદર લાગો છો. તો કેટલાક લોકો આ વીડિયોને પાગલોની ગેંગ કહી રહ્યા છે.

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “રુહી”માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર અને વરુણ હતા. આ ફિલ્મમાં તેના કામને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. જાહ્નવી “ગુડ લક જેરી”માં જોવા મળશે અને આ ઉપરાંત તે કરણ જોહરની “દોસ્તાના 2″માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Shah Jina