મનોરંજન

ધડક ગર્લ અને શ્રીદેવીની લાડકીએ શેર કરી બોલ્ડ તસ્વીર, લોકોએ મા સાથે તુલના-જુઓ તસ્વીરો ક્લિક કરીને

‘ધડક’ ફેમ અને બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેના લુક્સને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તો જહાન્વી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. જહાન્વી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેને પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ઘણી બોલ્ડ છે.

હાલમાં જ જ્હાન્વીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. જેમાં તે ઘણી બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળે છે. આ તસ્વીર ફોટોશૂટ દરમિયાનની છે. જે જ્હાન્વીએ એક મેકઅપ બ્રાન્ડ માટે કરાવ્યો હતો.

આ તસ્વીર શેર કરતા જહાન્વીએ એક મજેદાર કેપશન પણ લખ્યું હતું. જેમાં તે એક બ્યુટી પ્રોડક્ટ માટે તેની દીવાનગી બતાવે છે. આ બધી જ તસ્વીર ક્લોઝઅપ છે. જેમાં ફક્ત જહાન્વીનો ચહેરો જ નજરે આવે છે. જ્હાન્વીના આ ફોટો પર લોકો તેની ખૂબસૂરતીની તારીફ કરે છે. તો કોઈ તેની તુલના તેની માં શ્રીદેવી સાથે કરે છે. તો કોઈ એને નેચરલ બ્યુટીનો ટેગ આપે છે.

 

View this post on Instagram

 

“Nothing happens unless first we dream.” @benetton_perfumes #UnitedDreams #BenettonPerfumes #WelcomeAutumn

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો બોલીવુડમાં ‘ધડક’થી ડેબ્યુ કરનારી જ્હાન્વીના આગામી ઘણી ફિલ્મમાં જોવા મળશે. હાલ તો તે તેની આગામી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ને લઈને ખબરોમાં છે. આ સિવાય જહાન્વી ‘રુહી અફઝા’, ‘તખ્ત’ અને ‘દોસ્તાના-2’ માં પણ નજરે આવશે. આ પરથી કહી શકાય કે જ્હાન્વી આ સમયે તેનું પૂરતું ધ્યાન કરિયર બનાવવામાં રાખે છે.

 

View this post on Instagram

 

#ColorsBlack The essence of diversity. Elegant and stylish. Can’t stop smelling this perfume. @benetton_perfumes

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જ્હાન્વીની ફિલ્મ ‘રુહી અફઝા’ની શૂટિંગ પૂર્ણ થઇ ચુકી છે. આ વાતની જાણકારી તેણીએ ખુદ તેના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. ‘રુહી અફઝા’માં જહાન્વી સાથે લીડ રોલમાં રાજકુમાર રાવ હશે.