ફિલ્મ ‘ધડક’થી સિનેમા જગતમાં એન્ટ્રી લેનારી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર લગાતાર ચર્ચામાં બનેલી રહે છે. જાહ્નવીની પહેલી ફિલ્મ રિલીઝના અમુક સમયે પહેલા જ માં શ્રીદેવી નું નિધન થઇ ગયું હતું. આવા મુશ્કિલ સમયમાં જાહ્નવીએ પોતાને ખુબ સારી રીતે સંભાળી હતી અને પોતાની ફિલ્મનું શૂટિંગ પણ સારી રીતે રીતે કર્યું હતું.
મોટાભાગે જાહ્નવી પોતાની અને પરિવાર સાથેની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી જાહ્નવીએ પોતાની માં અને પિતા બોની કપૂરની પહેલાની એક તસ્વીર શેર કરીને પોતાની માં ને યાદ કરી હતી અને ભાવુક જોવા મળી હતી.
આ તસ્વીરમાં શ્રીદેવી અને બોની કપૂર બંન્ને દેખાઈ રહ્યા છે, જેમાં બોની કપૂર કેમેરાને જોઈને સ્મિત કરી રહ્યા છે જ્યારે શ્રીદેવી બોની કપૂરને કિસ કરતી જોવા મળી રહી છે. બંન્ને આ તસ્વીરમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

આગળના ઓગસ્ટ મહિનામાં શ્રી દેવીના જન્મદિસવ પર પણ જાહ્નવી કપૂરે શ્રીદેવીની તસ્વીર શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું હતું કે,”હેપ્પી બર્થ ડે મમ્મા, આઈ લવ યુ.” આ સિવાય મધર્સ ડે ના મૌકા પર પણ જાહ્નવીએ પોતાની માં ની તસ્વીર શેર કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીયે તો હાલ જાહ્નવી પોતાના પિતા બોની કપૂર સાથે કામ કરવા જઈ રહી છે. બોની કપૂરના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું નામ ‘બોમ્બે ગર્લ’ છે. ફિલ્મમાં જાહ્નવી એક વિદ્રોહી મિજાજી છોકરીના કિરદારમાં હશે. આ ફિલ્મ બે પેઢીઓના વિચારોના અંતરને દેખાડવાની સાથે સાથે તેની વચ્ચે સંબંધ મજબૂત કરવાનો સંદેશ આપશે.
આ સિવાય જાહ્નવી જલ્દી જ ગુંજન સક્સેનાની બાયોપિક ‘દ કારગિલ ગર્લ’માં જોવા મળશે. ફિલ્મમાં તે ગુંજન સક્સેનાના કિરદારમાં જોવા મળશે. આ સિવાય જાહ્નવી પાસે ફિલ્મ તખ્ત, દોસ્તાના-2 અને રુહી અફઝા જેવી ફિલ્મો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.