બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘ધડક’થી કરી હતી. તે હવે ગુંજન સક્સેનાની બાયોપિકમાં ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેના ચાહકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાહ્નવી કપૂર ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જયારે ‘દોસ્તાના 2’માં તે કાર્તિક આર્યન અને ન્યૂકમર લક્ષ્ય જેવા કલાકારો સાથે જોવા મળશે. આ ઉપરાંત કરણ જોહરની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, આલિયા ભટ્ટ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જાહ્નવી ફિલ્મો ઉપરાંત પોતાના લુક્સ, આઉટફિટ્સના કારણે પણ ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. થોડા સમય પહેલા જ જાહ્નવી રંગના ટાઈટ પેન્સિલ ડ્રેસમાં જોવા મળી હતી, જેની તુલના કિમ કાદર્શિયનના લુક સાથે કરવામાં આવી રહી છે. તમે તસ્વીરો જોઈ શકો છે…
View this post on Instagram
ફિલ્મો ઉપરાંત જાહ્નવી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને પોતાની કેટલીક બોલ્ડ તસ્વીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
તેની આ તસ્વીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે. તેના ચાહકોએ કોમેન્ટની લાઈન લગાવી નાખી છે. અમુક લોકો તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો અમુક લોકો તેને સુંદર દેખાય છે એવી કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
જાહ્નવી ત્યારે ચર્ચામાં આવી જયારે એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તે સિંગલ છે? ત્યારે તેને વગર કોઈ સંકોચે જવાબ આપ્યો હતો કે ‘હા હું સિંગલ છું.’
View this post on Instagram
જણાવી દઈએ કે જાહ્નવીનું નામ ઈશાન ખટ્ટર સાથ જોડવામાં આવ્યું હતું, જેની સાથે જાહ્નવીએ પોતાની પહેલી ફિલ્મ ધડક કરી હતી. ત્યારે જાહ્નવી જણાવ્યું કે તે અને ઈશાન સારા મિત્રો છે કેમ કે તે બંને એકબીજા સાથે વધારે ઝઘડે છે.