જાહ્નવી કપૂરે ટ્રેડિશનલ લહેંગામાં આપી શર્મીલી અદાઓ, તસવીરો જોઈને ચાહકો આપી બેસ્યા દિલ…

પીચ કલરના લહેંગામાં જાહ્નવી કપૂરે દેખાડ્યો અંદાજ, અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો આવી સામે

બોલિવૂડમાં ઉભરતી અભિનેત્રી જાહ્નવી કપૂરે ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. જાહ્નવીની ફિલ્મો ભલે ઓછી આવી હોય પરંતુ અભિનેત્રીએ તેના અભિનયથી લોકોને દીવાના બનાવી દીધા છે. વાત કરીએ જાહ્નવીના લુકની અને સુંદરતાની તો તેના બાબતે પણ ફેન ફોલોઇંગ ખુબ જ સારી છે.

જાહ્નવી તેના ડ્રેસિંગ સેન્સ અને ફેશન સ્ટાઇલથી દરેક લોકોને ઈમ્પ્રેસ કરતી રહે છે. જાહ્નવી આમ તો ખુબ જ બોલ્ડ છે. તેના આઉટફિટ અને પોઝથી તે ઘણી વાર સાબિત પણ કરી ચુકી છે કે કોઈ પણ પ્રકારના ડ્રેસને જાહ્નવી સહજતાની સાથે કેરી કરી શકે છે. અભિનેત્રીનું વેસ્ટર્ન અટાયર લુક તો ઇમ્પ્રેસિવ હોય છે પરંતુ ભારતીય પારંપરિક પરિધાનોમાં જાહ્નવી ખુબ સુંદર અને ગ્લેમરસ દેખાતી હોય છે.

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર ફરી એક વાર ચાહકોને તેની શર્મીલી અદાઓથી ઈમ્પ્રેસ કરી દીધી છે. જાહ્નવી કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ખુબ ઓછા સમયમાં વાયરલ થઇ ગઈ છે.

જાહ્નવીએ સુંદર પીચ કલર લહેંગામાં તેની કેટલીક અલગ અલગ પોઝમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. થોડા દિવસો પહેલા પણ જાહ્નવી કપૂરે મરૂન રંગનો લહેંગો પહેર્યો હતો. જાહ્નવીના આ બંને લહેંગા લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે જાહ્નવી કપૂર પીચ કલરનો સુંદર કઢાઈ વાળો લેહંગો પહેરેલો છે.

આ એથનિક લહેંગાને મળતી કલરના ફૂલોની કઢાઈથી સજાવામાં આવ્યું છે. ડિઝાઈનર રાહુલ મિશ્રાના આ પીચ ફ્લોરલ એમ્બ્રાયડરી લહેંગામાં જાહ્નવી ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની સાથે જ આ ફોટોશૂટ દરમ્યાન જાહ્નવી કપૂરે તેનો ચોકર નેકલેસ અને ફિંગર રિંગ પણ ફ્લોન્ટ કરી હતી.

આ ફોટોશૂટની ખાસિયત એ છે કે આમા જાહ્નવી કપૂરે તેના ક્લોઝ અપ અંદાજ ચાહકોની સાથે શેર કર્યો છે જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. શાઈની મેકઅપની સાથે જાહ્નવી કપૂરની નોટી સ્માઈલ ચાહકોના દિલ પર સીધો વાર કરી રહી હતી.

વાત કરીએ જાહ્નવી કપૂરના બ્લાઉઝ સ્ટાઇલની તો અભિનેત્રીએ પ્લિઝિંગ નેકલાઇન અને ફ્લોર એમ્બ્રાયડરીને મેચિંગ બ્લાઉઝ પહેરેલો હતો. હેવી વર્ક લહેંગો ચોલીની સાથે અભિનેત્રીએ હલ્કા ટ્રાન્સપેરેન્ટ ફેબ્રિકનો દુપટ્ટો પહેરેલો હતો. જાહ્નવીએ કરણ જોહરની ત્યાની ફાઈન જવેલરીના ચોકર અને એમરાલ્ડ રિંગથી ખુદને સ્ટાઇલ કરી હતી. તેમજ શિમર આઈ મેકઅપ, મિનિમલ પીચ શેડ લિપસ્ટિક કરેલી હતી.

Patel Meet