બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા કોઈને કોઈ કારણે લાઇમલાઇટમાં રહે છે. જાહ્નવી કપૂર કયારેક તેના કપડાને લઈને તો કયારેક તેના પર્સને કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરની તસ્વીર અને વિડીયો વાઇરલ થતા રહે છે. હાલમાં જ જાહ્નવી કપુરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
હાલમાં જાહ્નવી કપૂરનો એક બાળકને જમાડતો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જાહ્નવીના સરળ વ્યવહારની લોકો તારીફ કરી રહ્યા છે. જાહ્નવી કપૂર એક નાના બાળકને દિવાળીની મીઠાઈ દેતી નજરે ચડે છે.
બાન્દ્રામાં સલૂન જતા સમયે એક રેસ્ટોરન્ટની બહાર તેની ગાડીમાંથી ઉતરે છે. ત્યારબાદ ગાડીનો દરવાજો બંધ કરીને આગળ વધે છે ત્યારે જ એક બાળક આવે છે. આ બાળક જાહ્નવીને હેપ્પી દિવાળી કહે છે. ત્યારબાદ જાહ્નવી ગાડીનો દરવાજો ખોલી બાળકને ચોકલેટ, સ્વીટ આપીને આગળ વધે છે. ત્યારે ફરી એક મહિલા જાહ્નવી પાસે માંગે છે. જાહ્નવી રેસ્ટોરન્ટનો દરવાજો ખોલીને અંદર જાય છે,
ત્યારે પાછળથી અવાજ આવે છે કે થોડી મદદ કરી દો. હેપ્પી દિવાળી જાહ્નવી મેમ. જાહ્નવી ત્યારબાદ દરવાજા ખોલીને મીઠાઈ આપે છે.
જાહ્નવીનો આ વિડીયો લોકોને બહુજ પસંદ આવ્યો છે. જાહ્નવીનો આ દરિયાદિલી જોઈને લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
હાલમાં દિવાળી પાર્ટીમાં જાહ્નવીના લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનિલ કપૂરની પાર્ટીમાં જાહ્નવીએ વ્હાઇટ સાડી પહેરી હતી. તેનો લુક જોઈને લોકો તેની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે કરવા લાગ્યા હતા.
જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ અને ‘રુહીઆફઝા’માં નજરે આવશે. બન્ને ફિલ્મોના રોલ અને તેના લૂકનું પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. કારગિલ ગર્લમાં જાહ્નવીએ પાઇલોટ ગુંજન સક્સેનાઓ રોલ નિભાવ્યો છે.
View this post on Instagram
#janhvikapoor snapped at salon in bandra today #viralbayani @viralbhayani
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.