બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં બનેલી રહે છે. જાહ્નવીએ કરણ જોહરની ફિલ્મ ધડક દ્વારા ડેબ્યુ કર્યું હતું, જેમાં ઈશાન ખટ્ટર પણ મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવીની સુંદરતા, ફિટનેસ અને અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
View this post on Instagram
જાહ્નવી સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.એવામાં તાજેતરમાં જ કેટલાક દિવસ પહેલા જાહ્નવી મોડી રાત સુધી મિત્રો સાથે પાર્ટી કરવા માટે નીકડી પડી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. સામે આવેલા વીડિયોમાં જાહ્નવી પોતાની મિત્રો સાથે ખુબ જ હોટ અંદાજમાં દેખાઈ રહી છે. તેની એક ઝલક જોવા માટે લોકોની ભીડ પણ જમા થઇ ગઈ હતી.એવામાં જાહ્નવીનો કથિત બોયફ્રેન્ડ ઓરહાન પણ તેને ભીડથી બચાવી શક્યો ન હતો, આ દરમિયાન બોડીગાર્ડ જાહ્નવીને અંદર લઇ ગયા હતા.
View this post on Instagram
લુકની વાત કરીએ તો જાહ્નવીએ ગ્રીન કલરનું મીની સ્કર્ટ અને પીળા રંગનું ટોપ પહેરી રાખ્યું હતું, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટ સાથે જાહ્નવીએ બેગ પણ કેરી કર્યું હતું. ખુલ્લા વાળ અને હળવા મેકઅપમાં જાહ્નવી ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે જાહ્નવીની સાથે જોવા મળી રહેલો વ્યક્તિ ઓરહાન છે જે જાહ્નવીનો કથિત બોયફ્રેન્ડ જણાવવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
ઓરહાન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે, જે સ્ટાર કિડ્સનો સારો એવો મિત્ર છે. સુહાના ખાનથી લઈને ન્યાસા સુધીના સ્ટાર કિડ્સની તમામ પાર્ટીઓની તસવીરો ઓરહાન શેર કરતો રહે છે. જો કે આ પહેલી વાર નથી કે જાહ્નવી ઓરહાન સાથે જોવા મળી હોય. અવાર નવાર તે ઓરહાન સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે.અમુક સમય પહેલા પણ બંનેનો મુંબઈમાં ડાન્સ પાર્ટી કરતો પણ વીડિયો સામે આવ્યો હતો.