અડધી રાતે આવા કામ કરવા નીકળી જાહ્નવી કપૂર, ફ્રેન્ડે પકડી પાડી તો મળ્યો આ જવાબ

અભિનેત્રી જાહ્નવી કપૂર અભિનેત્રીની સાથે સાથે સોશિલય મીડિયા લવર પણ છે, આ જ કારણ છે કે તે ઇન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.અવાર નવાર તે પોતાના ફોટોશૂટ કે પછી પર્સનલ લાઈફની તસવીરો શેર કરતી રહે છે. આ વચ્ચે જાહ્નવીએ એક નવો દિલચસ્પ વિડીયો શેર કર્યો છે,જે સોશિલય મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જાહ્નવી  મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા બોરકર સાથે રીલ બનાવતી દેખાઈ રહી છે.

વીડિયોમાં જાહ્નવી અને પ્રિયંકા એકતા કપૂરનો ફેમસ ટીવી શો નાગિન-6ની અભિનેત્રી તેજસ્વી પ્રકાશના પોપ્યુલર ડાઈલોગ પર રીલ બનાવી રહી છે. વીડિયોની શરૂઆતમાં જાહ્નવી કપૂર રાતે સ્વીટ ખાવાની કોશિશ કરી રહી હોય છે, અને જેવો જ તે કબાટ ખોલ છે કે પ્રિયંકા તેને પકડી પાડે છે.

જેવી જ જાહ્નવી સ્વીટ ખાવાની કોશિશ કરે છે કે પ્રિયંકા તેને કહે છે કે,”તું અડધી રાતે વોકિંગ કરે છે?” તેના જવાબમાં જાહ્નવી કહે છે કે,”જ્યારે વોક કરીયે ત્યારે ટાઈમ ન જોવાય,અને ટાઈમ જોઈને ક્યારેઉય વોક ન કરાય.કેમ કે જો જુએ છે તો તે તમારું ફિગર જોવે છે. માટે હું મારા ફિગરને મેન્ટેન કરું છું, માટે હું વોક કરૂ છું”.

જાહ્નવીના આ વીડિયોમાં તેજસ્વી પ્રકાશનો અવાજ છે, એવામાં તેના વિડીયો પર એકતા કપૂરે કહ્યું કે,”ડેડ જો કીયારાની ટ્વીન હોતી કે શેષ નાગિન પ્રથાની પાસે શેપ શિફટિંગ અવતાર હોત, જેમકે મીઠું ખાવાનું મન થાય તો આવું થતું”.વિડીયો પર તેજસ્વી પ્રકાશે પણ સ્માઈલ વાળું રિએક્શન આપ્યું છે. જાહ્નવી  વિડીયો શેર કરીને કહ્યું કે,”જ્યારે મિડનાઇટ ક્રેવિંગ્સ વાળી વોક વચ્ચે કોઈ તમને પકડી લે”. જાહ્નવીનો આ ફની વીડિયો ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

હાલ જાહ્નવી પોતાની આવનારી ફિલ્મ ગુડ લક જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 2018માં આવેલી તમિલ ફિલ્મની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં ડગ તસ્કરી જોવા મળશે.ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોએ ખુબ પસંદ કર્યું છે.આ સિવાય જાહ્નવી નિતેશ તિવારીની ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે. જેમાં વરુણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં હશે.

Krishna Patel