જાહ્નવી કપૂરે શેર કરી માલદીવ્સની તસવીરો, જુઓ જાહ્નવીનો બોલ્ડ અંદાજ

શ્રીદેવીની સંસ્કારી લાડલીએ શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, 7 તસ્વીરો જોઈને ચાહકો ઉત્તેજિત થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. તેણે હાલમાં જ તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ લાગી રહી છે.

જાહ્નવી કપૂર માલદીવ પહોંચી ગઇ છે. તેણે માલદીવ પહોંચતા જ ઘણી તસવીરો શેર કરી છે. આ ટ્રીપ પર જાહ્નવી કપૂર તેના મિત્રો સાથે છે. તમને જણાવી દઇએ કે, જાહ્નવી હાલમાં જ લોસ એજિલિસના ટ્રીપ પરથી પાછી ફરી છે અને પાછી ફરતા તે માલદીવ વેકેશન એન્જોય કરવા પહોંચી ગઇ છે.

તમને જણાવી દઇએ કે, સેલેબ્સની મનગમતી જગ્યા માલદીવ છે. ઘણા સેલેબ્સ માલદીવમાં તેમનું વેકેશન એન્જોય કરવા જતા હોય છે તેવામાં હવે આ લિસ્ટમાં જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ થઇ ગયુ છે.

જાહ્નવી કપૂરે માલદીવ પહોંચતા જ આઇલેન્ડ પર શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે અને તતેની કેટલીક તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં તેના કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

જાહ્નવી કપૂર તસવીરોમાં મિત્રો સાથે સમય વીતાવતી જોવા મળી રહી છે. તે એક તસવીરમાં સમુદ્ર કિનારે એક ડેક પર ઊભી રહીને સૂર્યાસ્તનો આનંદ લઇ રહી છે, તો બીજીબાજુ તે તેના મિત્રો સાથે સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે.

જાહ્નવીની આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. જાહ્નવીની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. તેમજ આ તસવીરો પર ચાહકો ખૂબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરની હાલમાં જ ફિલ્મ “રુહી” રીલિઝ થઇ છે. જેને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મમાં વરુણ અને રાજકુમાર પણ જોવા મળ્યા હતા. જાહ્નવી કપૂર આ ફિલ્ના પ્રમોશન દરમિયાન ઘણી જ ચર્ચામાં રહી હતી.

Shah Jina