મલાઇકા અરોરા અને જાહ્નવી કપૂરે આપ્યા ફિટનેસ ગોલ, જીમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ અભિનેત્રીઓ

બધા આંખો ફાડી ફાડીને જોતા રહી જાય એવા બોલ્ડ અવતારમાં સજી ધજીને જિમમાં જાય છે આ અભિનેત્રીઓ, જુઓ

બી-ટાઉન હસીનાઓ માટે ‘ફિટ હે તો ફિટ હે’ આ મંત્ર બની ગયો છે. અભિનેત્રી કેટલી પણ બિઝી કેમ ન રહે પરંતુ તે વર્કઆઉટ માટે સમય જરૂર નીકાળી લે છે. આ હસીનાઓને કયારેક જીમ તો કયારેક યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ મલાઇકા અરોરાને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી, તો બીજી બાજુ જાહ્નવીને પણ જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી.

મલાઇકા અરોરા કયારેય તેના જીમ ક્લાસ કે યોગા મિસ નથી કરતી. મલાઇકા કોઇના કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા એ અભિનેત્રીઓમાંની એક છે જે જિમ જવાનું કદાચ જ મિસ કરતી હશે, 47 વર્ષની ઉંમરે પણ તે તેની ફિટનેસ માટે જાણિતી છે.

મલાઇકા અરોરાને લેટેસ્ટ જીમ લુક સામે આવ્યો છે. મલાઇકાનો આ હોટ અંદાજ જોઇ તો તમારી આંખો થમી જશે. તેણે પેપરાજીને સ્માઇલ સાથે પોઝ પણ આપ્યા હતા. મલાઇકા આ દિવસોમાં અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં છે. તે બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. મીડિયા અનુસાર, બંને જલ્દી જ  લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.

મલાઇકા તેની ગાડીથી ઉતરી બિલ્ડિંગના ગેટની અંદર જાય છે. આ દરમિયાન તેણે ઓલ બ્લેક આઉટફિટ કેરી કર્યો હોય છે. મલાઇકા જેવી રીતે વોક કરે છે તે જોઇ વધારે લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, મલાઇકા પોઝ આપ્યા બાદ અજીબ અને ફની રીતે ચાલે છે. વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ રીતની કમેન્ટ કરી રહ્યા છે.

Image source

એક યુઝરે લખ્યુ કે, આવી રીતે કોણ ચાલે ભાઇ. તો અન્ય એક યુઝરે લખ્યુ કે, કેમેરો જોઇ બિચારીને મજબૂરીમાં આવી રીતે ચાલવુ પડે છે. એક બીજા યુઝરે લખ્યુ કે, આની વોક કેટલી ફની છે. આવી રીતે ઘણા લોકો મલાઇકાની વોક પર કમેન્ટ કરી રહ્યા છે. પરંતુુ કેટલાક લોકો તેના લુક અને ફિટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેને મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન જાહ્નવી બ્લેક સ્પોર્ટ્સ બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. કોરોનાથી બચવા માટે  જાહ્નવીએ મેચિંગ બ્લેક માસ્ક પહેર્યુ હતુ. જાહ્નવીનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.

જાહ્નવીનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. અદાકારાએ બ્લેક રનિંગ શોર્ટ્સ પહેર્યા હતા. આ લેયર બોટમ્સમાં અંદર વ્હાઇટ અને બહાર બ્લેક કલરનું ફેબ્રિક સ્ટિચ્ડ હતુ. અભિનેત્રીએ આ સાથે સ્પોર્ટ્સ બ્રાલેટ મેચ કરી હતી. આ ફિટિંગ સાથેે જ કંફર્ટમાં પણ ઘણી સારી હતી.

સામાન્ય રીતે તો સ્પોર્ટ્સ શુઝ કે સ્નીકર્સમાં જોવા મળતી જાહ્નવીએ આ વખતે નોર્મલ સ્લીપર્સ કેરી કર્યા હતા. આ આઉટફિટમાં એ વસ્તુ નોટિસ કરવા લાયક હતી કે જાહ્નવીની બોડી સતત વર્કઆઉટને કારણે વધુ એટ્રેક્ટિવ બનતી જઇ રહી છે. વર્કઆઉટને કારણે તેની બોડી વધુ ફિટ થઇ રહી છે. આ કપડામાં પણ તેનુ સતત ટોન્ડ થતુ મિડ્રિક અને એબ્સ જોવા મળતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina