ટૂંકા ટૂંકા સ્કર્ટમાં ફરી એકવાર જોવા મળી શ્રીદેવીની લાડલી, જુઓ
જાહ્નવી કપૂર, વરૂણ શર્મા અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ “રૂહી”ના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. રીલિઝ લઇને સ્ટારકાસ્ટ પણ પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગઇ છે.
જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ને લઇને ઘણી ઉત્સાહિત છે. ફિલ્મ તૈયાર છે અને જલ્દી જ મોટા પડદા પર રીલિઝ પણ થવાની છે. ત્યાં જ રીલિઝ પહેલા સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં જોડાઇ ગયા છે.
જાહ્નવી કપૂર ફિલ્મના પ્રમોશન દરમિયાન ખૂબ જ કૂલ અને ફંકી લુકમાં જોવા મળી હતી. તેનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવ્યો છે.
જાહ્નવી કપૂરે વ્હાઇટ શોર્ટ સ્કર્ટ અને લાઇટ બ્લુ નોટેડ શર્ટ સાથે શૂઝ કેરી કર્યા હતા. આ સાથે તેણે કૂલ ગ્લાસેસ પણ કેરી કર્યા હતા. જાહ્નવી આ લુકમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. તેના આ કૂલ અંદાજને ચાહકોએ પણ પસંદ કર્યો હતો.
જાહ્નવી કપૂરના આ લુકને એકદમ ફંકી અને ક્યુટ તેની સ્માઇલ બનાવી રહી હતી. તે મીડિયા સાથે પણ ઘણી કમ્ફર્ટેબલ લાગી રહી હતી.
જાહ્નવી કપૂર સાથે આ દરમિયાન વરૂણ શર્માને પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. જાહ્નવી તેના કો-સ્ટાર સાથે મસ્તી-મજાક કરતા નજરે પડી હતી.
ત્યાં જ વરૂણ શર્માએ કૈઝયુઅલ આઉટફિટ પસંદ કરી હતી. તેમણે ડાર્ક ગ્રે કલરની ડેનિમ જીન્સ સાથે બ્લેક વી નેક ટા શર્ટ અને ઓફ વ્હાઇટ કલરનું જેકેટ કેરી કર્યુ હતું.
તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરની ફિલ્મ “રૂહી” એક હોરર કોમેડી ફિલ્મ છે. જે મોટા પડદા પર રીલિઝ થવા જઇ રહી છે. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ પહેલી વાર સાથે સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે.