જાહ્નવી કપૂરે ફરી એક વખત કરાવ્યું સિઝલિંગ ફોટૉશૂટ, ટૂંકો ડ્રેસ પહેરીને સોફા પર કાતિલ પોઝ આપીને વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

દિવસે ને દિવસે બોલ્ડ થતી જાય છે બોલીવુડની નવી અભિનેત્રી, મદહોશ કરી દે એવા કાતિલ પોઝ દઈ દીધા

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હાઈલાઈટ બનેલી છે. તેની સ્ટાઇલ, ફેશન દરેક લોકો કોપી કરતા નજર આવતા હોય છે. અભિનેત્રીએ ઘણા ઓછા સમયમાં ખુદને આ ઇન્ડસ્ટ્રીમાં સાબિત કરીને પોતાની એક અલગ ઓળખાણ બનાવી ચુકી છે.

અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં એકથી એક જોરદાર તસવીરો શેર કરી રહી છે. અભિનેત્રીના સિઝલિંગ અવતારને જોઈને ચાહકો પણ તેની બાજુ ખેંચાતા નજર આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જાહ્નવી એક પછી એક તેનું ફોટોશૂટ અને રૈપ વોક દરમ્યાનના લુકની ઝલક શેર કરી રહી છે.

જાહ્નવીએ થોડા સમય પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં હંમેશાની જેમ ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી. જાહ્નવીએ શિમરી શોર્ટ ડ્રેસ પહેરેલ નજર આવી રહી છે. જાહ્નવીના આ લુકે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે જાહ્નવીએ સ્મોકી મેકઅપ કરેલો છે અને વાળને બાંધેલા છે સાથે જ અભિનેત્રીએ હૂપ ઈયરિંગ્સ પણ પહેરેલી છે જે તેના પર ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

જાહ્નવીએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ‘પ્લે ફોર કીપ્સ’. જાહ્નવીએ એક સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં તે કાઉચ પર ઉંઘીને અલગ અલગ પોઝ આપી રહી છે અને તેની કાતિલ અદાઓથી લોકોને દીવાના બનાવી રહી છે. લોકોને જાહ્નવીની તસવીરો પરથી નજર હટાવી મુશ્કિલ થઇ ગઈ છે. અભિનેત્રીના આ લુકને કારણે ફરી એક વખત ચાહકોના હોશ ઉડાવી દીધા છે.

થોડા દિવસ પહેલા જ જાહ્નવી કપૂર Lakme ફેશન વીક 2022માં પાર્ટિસિપેટ કર્યું હતું. આ દરમ્યાન જાહ્નવી મનીષ મલ્હોત્રા સાથે નજર આવી હતી. શોમાં બીજા ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. જાહ્નવી આ દરમ્યાન ઈમ્બેલિશ્ડ મીની ડ્રેસ પહેરેલ નજર આવી હતી. મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ લેટેસ્ટ ડ્રેસમાં જાહ્નવી ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી છેલ્લે હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’માં નજર આવી હતી. તે જલ્દી ‘ગુડ લક જેરી’માં નજર આવશે જેનું શૂટિંગ શરુ થઇ ચૂક્યું છે. તેના સિવાય જાહ્નવી કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ ‘દોસ્તાના 2’માં નજર આવશે.

Patel Meet