મનોરંજન

જાહ્નવી કપૂરની બોલ્ડ તસવીરો આવી સામે, આ ખૂબસુરત આઉટફિટમાં લાગી રહી છે ખૂબ જ ગ્લેમરસ

ફિટિંગ વાળા કપડા પહેરી જાહ્નવી કપૂરે બતાવી કર્વી બોડી, લેગ્સ જોઇ ચાહકોના હાલ થયા બેહાલ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ભલે બી-ટાઉનની મોટી મોટી અભિનેત્રીની તુલનામાં નવી છે અને કેટલીક જ ફિલ્મોમાં નજર આવી છે. પરંતુ ફેશન અને લુક્સ મામલે જાહ્નવી કોઇ અનુભવી અને દિગ્ગજ અભિનેત્રીથી કમ નથી. જાહ્નવીને ખબર છે કે તેના પર કેવી રીતના ડ્રેસ સૂટ કરે છે. તેની ડ્રેસિંગ સેન્સ લાજવાબ છે. સાથે સાથે જ તેને એ પણ ખબર છે કે મેકઅપથી લઇને એસેસરીઝ સુધી કેવા આઉટફિટ પર કેવી રીતે કેરી કરવાનું છે.

થોડા સમય પહેલા જાહ્નવીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરોમાં તે ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. તેણે સ્લીવલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. તેનો આ સેંસેશનલ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ લુક સાથે તેનો મેકઅપ તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

જાહ્નવીએ આઇવરી શેડનો મીડી ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં તે એક બાદ એક કાતિલાના પોઝ આપી રહી છે. જાહ્નવીએ આ ક્લોથિંગ સ્ટોર Dattથી પિક કર્યો હતો. જે પ્લીટ્સથી સજાયેલો હતો. હસીનાના આ ડ્રેસને પર ફ્રંટથી સ્ટિચ ડિટેલિંગ રાખવામાં આવ્યો હતો. ત્યાં આઉટફિટની હેમલાઇનને એસિમિટ્રિકલ રાખતા એક નાનો સ્લિટ પણ આપવામાં આવ્યો હતો.

અદાકારા આ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ્સ અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ત્યાં કાઉલ નેક સાથે આને બાકથી હાફ પોર્શન સુધી રિવીલિંગ રાખવામાં આવ્યો હતો. જાહેનવીનો આ ડ્રેસ એકદમ બોડી ફિટેડ હતો. જેને કારણે તેના સાઇડ કર્વ્સ અને ટોન્ડ મિડરિક હાઇલાઇટ થઇ રહ્યા હતા. તેણે આ આઉટફિટ સાથે શિમરી સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી.

જાહ્નવીએ તેના આ લુકને જ્વેલરી ફ્રી રાખતા માત્ર કાનમાં ઇયરિંગ્સ પહેર્યા હતા. મેકઅપ માટે તેણે મસ્કરા, લિપસ્ટિક અને આઇ શેડો સાથે વાળને મેસી રાખ્યા હતા. જાહ્નવીના આ ડ્રેસની કિંમત Datt વેબસાઇટ પર 36,669 રૂપિયા આસપાસ છે.