મુંબઈમાં લાગેલા કર્ફયુની વચ્ચે જાહ્નવી કપૂરે મિત્રો સાથે કરી પાર્ટી, જુઓ વીડિયો
કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશની અંદર ખુબ જ ઘાતક બની રહી છે. આખો દેશ આ વાયરસથી પરેશાન થઇ રહ્યો છે. દેશની અંદર મહારાષ્ટ્ર આ વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય બની ગયું છે.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 15 દિવસ માટે લોકડાઉન પણ લગાવી દીધું છે. છતાં પણ આ લોકડાઉનથી સેલેબ્રિટીઓને જાણે કોઈ જ ફર્ક ના પડતો હોય તેમ લાગી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં લાગેલા કર્ફયુ વચ્ચે પણ અભિનેત્રી જાહ્નવી કપૂર પાર્ટી કરતા જોવા મળી હતી. જાહ્નવી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક મિત્રો સાથે મસ્તી કરતી નજર આવી રહી છે. ક્યારેક ઘરની અંદર તો ક્યારેક પુલની પાસે જાહ્નવી પોતાના મિત્રો સાથે ડાન્સિંગનો જલવો બતાવતી હોવા મળી રહી છે.
જાહ્નવી કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જાહ્નવીએ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “હું ખરેખર ઈચ્છું છું કે કદાચ આપણે આનાથી વધારે સારું કરી શકીએ.” આ સાથે જ તેને કેટલાકે અજીબો ગરીબ ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.
આ વીડિયોની અંદર જાહ્નવી પર્પલ રંગની હૂંડી અને શોર્ટ્સમાં નજર આવી રહી છે. તેની સાથે આ વીડિયોમાં તેના પિલાટે ટ્રેનર અને ટીમ મેમ્બર જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
જાહ્નવીના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે હાલમાં જ ફિલ્મ “રુહી”માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તે હવે ફિલ્મ “ગુડ લક જેરી”ના શૂટિંગમાં વ્યસ્ત છે.