ઘુમક્કડ જાહ્નવી કપૂરે શેર કરી તસવીર, ક્યારેક મિત્રો સાથે પૂલમાં તો ક્યારેક ઘાસ પર સુતેલી આવી નજર

ક્યારેક પૂલમાં તો ક્યારેક ઘાસ પર….મજા પડી ગઈ હશે જાહ્નવીના દોસ્તોને આવું રૂપ જોવાની- જુઓ તસવીરો

જાહ્નવી કપૂર બી-ટાઉનની અભિનેત્રીમાંથી એક છે જેને ફરવાનો ખુબ જ શોખ છે. જાહ્નવીને ઘણી બધી વાર તેના મિત્રો સાથે વેકેશન પર જતા જોઈ હશે. જાહ્નવી કપૂરે તેના વેકેશનની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી હતી જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘વાઈલ્ડફ્લાવર વાઈલ્ડફાયર’. જાહ્નવી દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરમાં ‘ગુંજન સક્સેના : કારગિલ ગર્લ’ના ડાયરેક્ટર શરણ શર્માને પણ જોઈ શકાય છે.

જાહ્નવી કપૂર સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. જાહ્નવીએ વેકેશનની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. તેને સોશ્યિલ મીડિયા પર ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં પ્રકૃતિની ખુલી વાદિયોંની મજા ઉઠાવતી નજર આવી રહી છે.

તસવીરોમાં જાહ્નવી ક્યારેક એકલી ઘાસ પર સુતેલી છે તો ક્યારેક તેના દોસ્તો સાથે પૂલમાં આનંદ માણતી નજર આવી રહી છે. દરેક તસવીરમાં જાહ્નવી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કેટલીક તસવીરમાં તે સમુદ્રની લહેરોનો આનંદ ઉઠાવતી નજર આવી રહી છે તો કેટલીક તસવીરમાં રિસોર્ટની અંદર તેના મજેદાર પળોનો આનંદ માણી રહી છે.

જાહ્નવી કપૂર ઘણી વાર તેના મિત્રો સાથે ટાઈમ વાળો વીડિયો પોસ્ટ કરતી હોય છે. થોડા સમય પહેલા તેની બહેન ખુશી કપૂર સાથે જીમનો વીડિયો શેર કર્યો હતો જેમાં બંને એક બીજા સાથે ખુબ મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

જાહ્નવી ઘણી વાર તેની ટ્રીપ તેના મિત્રો સાથે જ પ્લાન કરતી હોય છે. વર્ષના શરૂઆતમાં પણ જાહ્નવી માલદીવ અને રાજસ્થાન ફરવા માટે ગઈ હતી જેના વીડિયો અને તસવીરો જાહ્નવીએ તેના સોશ્યિલ મીડિયા પર શેર કાર્ય હતા.

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી સિદ્ધાર્થ સેન ગુપ્તા નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’માં નજર આવશે. તે એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને આનંદ એલ રાયે પ્રોડ્યૂસ કર્યું છે. તેના સિવાય જાહ્નવી કપૂર કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તના 2’માં પણ નજર આવશે.

Patel Meet