મોડી રાત્રે મિત્રો સાથે ટૂંકા ટૂંકા કપડા પહેરી નીકળી પડી જાહ્નવી કપૂર, જુઓ તસવીરો અને વીડિયો

મોડી રાત્રે નાનો ડ્રેસ પહેરી નીકળી જાહ્નવી કપૂર, લોકો બોલ્યા- પેંટ તો પહેરી લેતી…જુઓ વીડિયો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ગ્લેમરથી ભરેલી છે. અહીં અભિનેત્રીઓ ઘણીવાર બોલ્ડ અને હોટ અવતારમાં જોવા મળે છે. મીડિયાના લોકો તેમને 24 કલાક ફોલો કરે છે. આવી સ્થિતિમાં તે હંમેશા કૂલ અને ફેશનેબલ દેખાવાનું પસંદ કરે છે. લોકો તેમની ડ્રેસિંગ સેન્સને પણ ફોલો કરતા હોય છે. જોકે ક્યારેક આ સેલેબ્સ તેમના બોલ્ડ ડ્રેસને કારણે ટ્રોલ પણ થાય છે. હવે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર સાથે આવું જ કંઇક થયુ છે.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરને કેટલી મુસાફરી કરવી ગમે છે ? તે તો તેના બધા ચાહકોને ખબર જ હશે. પિતા બોની કપૂરની ફિલ્મ ‘મિલી’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ જાહ્નવી ફરી એકવાર મિત્રો સાથે મોડી રાતની મસ્તી કરતી જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું કે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઈ.

જાહ્નવી કપૂર શુક્રવારે રાત્રે તેના મિત્રો સાથે બહાર ગઈ હતી. પ્રખ્યાત સેલિબ્રિટી પેપરાજી વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જાહ્નવી કપૂર તેની કાર તરફ આગળ વધીને તેના મિત્રોને આવવાનું કહે છે. આ સાથે તે પોતાનુ માસ્ક પણ માંગે છે. બ્લેક શોર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં જાહ્નવીને જોઈને પેપરાજી તેને ફોટો ક્લિક કરવાનું કહે છે, ત્યારે જ તેણે કારમાં બેસીને જવાબ આપ્યો, ‘માફ કરજો હવે મોડું થઈ ગયું.’

લોકોને જાહ્નવીનો આ જવાબ પસંદ ન આવ્યો. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે જાહ્નવીમાં એટિટયૂડ આવી ગયો છે. ઘણા યુઝર્સ તેને આ વાત પર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે તો તેને એવું કહી દીધુ કે તે નીચે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે.

જાહ્નવીએ 2018માં ફિલ્મ ધડકથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ અને ‘રૂહી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. બહુ ઓછી ફિલ્મો કરવા છતાં જાન્હવીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ઘણા લોકો તેને ઓળખે છે અને અનુસરે છે. તેનું એક કારણ જાહ્નવીની સોશિયલ મીડિયા પર જોરદાર હાજરી છે. તે અહીં દરરોજ તેની સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. સાથે જ પેપરાજી પણ જાહ્નવીની તસવીરો અને વીડિયો કેપ્ચર કરીને તેને ફેમસ કરતા રહે છે.

જણાવી દઇએ કે, તાજેતરમાં જ જાહ્નવી કપૂરની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની જાહેરાત કરવામાં આવી છે. આમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય જાહ્નવી કપૂર પાસે ‘ગુડ લક જેરી’, ‘બોમ્બે ગર્લ’ અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મો છે, જે થિયેટરોમાં એક પછી એક રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina