જાહ્નવી કપૂરનો લહેંગો અને ખુશી કપૂરની ટી-શર્ટનો ભાવ સાંભળીને લોકો બોલ્યા, બાપની કમાણી
દિવગંત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે, જાહ્નવીએ પહેલી ફિલ્મ “ધડક” દ્વારા જ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ તેને લાખો લોકો ફોલો પણ કરવા લાગ્યા, આજે જાહ્નવીનું આગવું નામ છે, તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
View this post on Instagram
જાહ્નવીએ થોડા દિવસ પહેલા જ એક ફોટોશૂટ કરાવ્યું, તે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલું છે. જાહ્નવીએ આ દરમિયાન ભૂરા રંગનો લહેંગો પહેર્યો છે, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
View this post on Instagram
જાહ્નવીએ જે લહેંગાને પહેર્યો છે તેને ડિઝાઈનર અર્પિતા મહેતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ લહેંગામાં ભૂરા અને સોનેરી રંગનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. વાત જો તેની કિંમતની કરવામાં આવે તો આ લહેંગાની કિંમત 78 હજાર રૂપિયા છે.
View this post on Instagram
પોલ્કા ડોટ વાળા આ લહેંગાની અંદર ગોલ્ડન જરી વર્ક ભરેલા બ્લાઉઝની સાથે ખુબ જ સુંદર દુપટ્ટો પણ છે. આ લહેંગામાં જાહ્નવી ફેશન આઇકોન લાગી રહી છે. તેને પોતાના આઉટફિટને મેચ કરવા માટે બ્લુ ડ્રોપ ઈયરિંગ્સ પણ પહેર્યા છે.

તો જાહન્વીની બહેન ખુશી કપૂર પણ તેના જીન્સ અને ટી શર્ટને લઈને ઘણી જ ચર્ચામાં છે. તે થોડા દિવસ પહેલા જ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન ખુશી ખુબ જ મોંઘા કપડામાં જોવા મળી હતી.

ખુશી કપૂરે પિન્ક ટી-શર્ટ અને ડિસ્ટ્રેડ ડેનિમ્સ પહેર્યું હતું. તે કેજ્યુઅલ લુકમાં હતી પરંતુ તેના આ કપડાંની કિંમત હજારોમાં છે. ખુશીની પિન્ક રંગની ઓવરસાઈઝ ટી શર્ટ Gucciની છે જેની કિંમત 950 USD એટલે કે ભારતીય નાણાં અનુસાર 69 હજાર 980 રૂપિયા છે.