જાહ્નવી કપૂરનો થયો ભયાનક ઝઘડો, જોરજોરથી બૂમો પાડી ગુસ્સાથી લાલ થઇ અભિનેત્રી, વાત પહોંચી જતી મારામારી સુધી…

જાહ્નવી કપૂર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જ્યાં તે અવારનવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે. હવે જાહ્નવીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના મેકઅપ આર્ટિસ્ટ રિવેરા લિન સાથે ટકરાતી જોવા મળી રહી છે. જ્હાન્વીનો આ વીડિયો વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે આ વીડિયો પર તેના ભાઈ અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પસંદ કરે છે.

જાહ્નવી અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની મેકઅપ આર્ટિસ્ટ સાથે દલીલ કરતી જોવા મળી રહી છે. બંને વચ્ચે ઝઘડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાહ્નવી કપૂરનો આ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે અને ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઇએ કે, જાહ્નવીએ તેની મેક-અપ આર્ટિસ્ટ સાથે ‘બિગ બોસ 5’ સ્પર્ધક પૂજા મિશ્રા અને શોનાલી નાગરાણી વચ્ચેના ઝઘડાનો વીડિયો બનાવ્યો છે. આ દરમિયાન જાહ્નવી પૂજા મિશ્રાના રોલમાં હતી અને તેની મેક-અપ આર્ટિસ્ટ શોનાલી નાગરાનીની ભૂમિકામાં હતી. વીડિયોમાં જાહ્નવી અને તેના મેકઅપ આર્ટિસ્ટ વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. જાહ્નવી પૂજા મિશ્રાની બોલવાની સ્ટાઈલની નકલ કરી રહી છે અને તેની મેક-અપ આર્ટિસ્ટ શોનાલીની નકલ કરી રહી છે.

જાહ્નવી કપૂર જે રીતે પૂજા મિશ્રાની નકલ કરે છે તે જોઈને અર્જુન કપૂર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ વીડિયો શેર કરતાં જાહ્નવીએ લખ્યું, ‘શું તમને લાગે છે કે મને મદદની જરૂર છે?’ આ વીડિયો દ્વારા જાહ્નવીએ તે ટ્રોલર્સને પણ જવાબ આપ્યો છે, જેઓ ઘમંડી બોલવામાં અચકાતા નથી.

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવીએ ધડક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તેની અપકમિંગ ફિલ્મ ‘દોસ્તાના 2’, ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ છે. જાહ્નવીએ બોલિવુડમાં ઘણા ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તે આજે ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે અને તે ઘણીવાર તેની જીમની તસવીરો અને તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Shah Jina