સમુદ્રનો કિનારો હોય, સ્વિમિંગ પુલ હોય કે બેડરૂમ, દરેક તસવીરમાં કહેર વરસાવી રહી છે જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરની સુંદરતા એવી કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે, જુઓ નવી તસવીરો

જાહ્નવી કપૂર ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેવા વાળી અભિનેત્રીમાંથી એક છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયાના મેસિવ ફેન ફોલોઇંગની સાથે ઈન્ટરેક્ટ કરવા માટે ઘણી વખત તેની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. જાહ્નવી પાસે હંમેશા તેના ચાહકો માટે કંઈક ને કંઈક નવું શેર કરવા માટે હોય છે. ભલે પછી તે મોડા પડદા પર હોય કે પછી સોશિયલ મીડિયા પર.

આ દિવસોમાં જાહ્નવી કપૂરનું લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ધ ગુંજન સક્સેના ગર્લ તેની સુંદર તસવીરોના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી તસવીરોમાં જાહ્નવી કપૂર બીચ સાઈડ પર સુંદર સનસેટને એન્જોય કરતી નજર આવી રહી છે.

તેની આ સુંદર તસવીરોમાં જાહ્નવીએ સફેદ કલરનું ક્રોપ ટોપ પહેરેલું છે અને તેને બ્લુ ડેનિમ જીન્સ સાથે મેચ કરેલું છે. તેની પહેલી તસવીરમાં જાહ્નવી મેસી હર અને લાજવાબ એક્સપ્રેશનની સાથે કેમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરોમાંથી એક તસવીર સનસેટની સુંદરતા દેખાડી રહ્યું છે તો તેની એક તસવીરમાં જાહ્નવી કપૂર વાળને વિખેરતા ખુબ સુંદર દેખાઈ રહી છે.

જાહ્નવીએ તેના મેકઅપને કમ્પ્લીટ કરવા માટે વિંગ્ડ આઇલાઇનર લગાવી હતી જે તેની આખોની સુંદરતા પર ચાર ચાંદ લગાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીર અપલોડ થતા જ ચાહકોની કૉમેન્ટ્સ આવવા લાગી હતી. ચાહકો તેની ફેવરિટ અભિનેત્રીની સુંદરતા પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.

જાહ્નવીની બહેન ખુશી કપૂર અને શનાયા કપૂરે પણ તેની આ તસવીરોને લાઈક કરેલી છે. આના સિવાય જાહ્નવીના એક ચાહકે કોમેન્ટમાં લખ્યું હતું કે,’ તમે એંજલ જેવા દેખાઈ રહ્યા છો’ તો બીજા એક યુઝરે લખ્યું કે,’ગોર્જીયસ’. થોડા દિવસો પહેલા જ જાહ્નવી કપૂરે તેની મમ્મી શ્રીદેવીની ચોથી પુણ્યતિથિ પર તેને યાદ કરતા ઈમોશનલ નોટ લખી હતી. આ નોટની સાથે જાહ્નવીએ તેના બાળપણના દિવસની એક તસવીર શેર કરી હતી. તેની સાથે જાહ્નવીએ લખ્યું હતું કે તે દરેક દિવસ તેની મમ્મી સાથે રહેવાનું કેટલું મિસ કરતી હતી.

Patel Meet