બોલિવૂડ એક્ટ્રેસો પોતાની ફિટનેશને લઈને કેટલી સિરિયસ હોય છે એતો તમે બધા જાણો જ છે. તેઓ રાત દિવસ જીમમાં પસીના વહેવડાવે છે. જાહ્નવી પણ તેમાંથી જ એક છે તેને જિમ જવું ખુબ જ ગમે છે. જાહ્નવીને ઘણી વખતે જિમ જતી વખતે સ્પોટ કરવામાં આવે છે.
જાહ્નવી પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ઓળખાય છે. તે તેને ડ્રેસિંગ સ્ટાઇલથી લઈને જિમ લુકમાં પણ ખુબ જ ધ્યાન આપે છે. જ્યારથી જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારથી તે કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે.

થોડા દિવસ પહેલા જાહ્નવી કપૂર ફરી એક વાર જિમની બહાર જોવા મળી હતી. તેને સફેદ રંગની શોર્ટ્સ અને લાઈટ બ્લુ રંગની સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી હતી. તેની સાથે સાથે વાદળી અને લાલ રાગના ફ્લિપ ફ્લોપ સાથે નજરે આવી હતી. જાહ્નવી કોઈ પણ મેકઅપ વગર અને ખુલ્લા વાળમાં જોવા મળી હતી. આ જિમ લુકમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. પરંતુ લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલ બેગે પોતાની તરફ હતું.

જાહ્નવી જે બેગ લઈને જીમમાં જતી દેખાય છે તે બેગ લગજુરીયસ બ્રેન્ડ શનેલનું હતું. શનેલનું આ કાળા રંગનું હૅન્ડબૅગ હતું. આ બેગમાં ગોલ્ડ ટોન મેટલથી બનેલી હતી. આ બેગની કિંમત 6200 ડોલર એટલે કે લગભગ 4 લાખ 40 હજાર રૂપિયાની છે.

કામની વાત કરીએ તો જાહ્નવી હાલમાં “ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ” અને “રુહી અફઝા”માં ખુબ જ વ્યસ્ત છે જેનું ટ્રેલર ટૂંક જ સમયમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.