ઉફ્ફ..! એક રંગનો ચાલ્યો જાદુ, બ્લેક બ્યુટી બની આ હસીનાઓએ લૂંટી મહેફિલ, જુઓ ફેશન ગેમમાં કોણે મારી બાજી

69માં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન રવિવારે સાંજે ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by _13 (@avneetkaurr.143)

સ્ટાર્સથી સજેલા આ ઇવન્ટમાં ઘણી ફેશન ગેમ જોવા મળી. આમ તો બધા સેલેબ્સ પોતાના અંદાજમાં ચમકી રહ્યા હતા, પણ બ્લેક કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂર અને અવનીત કૌરની ફેશને બધાનું ધ્યાન ખેંચ્યુ. જાહ્નવી કપૂર સહિત ઘણી હસીનાઓએ ફિલ્મફેરના રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ ફેલાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by _13 (@avneetkaurr.143)

ઘણી તસવીરો પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. જાહ્નવી કપૂર, અવનીત કૌર અને સોનલ ચૌહાણની સ્ટાઈલ પર બધાની નજર અટકી ગઇ હતી. જાહ્નવીએ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 માટે બ્લેક ગાઉન કેરી કર્યુ હતુ અને તેની આ સ્ટાઈલ બધાને પસંદ આવી હતી.

આ લુક સાથે જાહ્નવી ખુલ્લા વાળમાં અપ્સરા લાગી રહી હતી. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે લોકો જાહ્નવીની દરેક અદાથી તેના પ્રેમમાં પડી ગયા છે.

જાહ્નવીએ ફિલ્મફેર એવોર્ડ 2024 ઇવેન્ટ માટે ઓફ-શોલ્ડર બ્લેક ગાઉન સાથે મિનિમલ મેક-અપ કર્યો હતો અને ગળામાં હીરાનો હાર પણ પહેર્યો હતો. જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર તેના બોલ્ડ અને સ્પષ્ટવક્તા સ્ટાઇલ માટે જાણીતી છે. બોલ્ડનેસની વાત કરીએ તો જાહ્નવી બોલિવૂડની ઘણી એક્ટ્રેસને ટક્કર આપે છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે હવે ટીવીની લોકપ્રિય હસીના અવનીત કૌરની વાત કરીએ તો તે તેની સુંદરતા અને આકર્ષક દેખાવ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

અભિનેત્રીનો તાજેતરનો રેડ કાર્પેટ લૂક ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.ફિલ્મફેર એવોર્ડ માટે અવનીતે પણ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે ગળામાં નેકલેસ પણ પહેર્યો હતો. અવનીતે હેવી મેકઅપ લુક સાથે બનમાં વાળ કેરી કર્યા હતા.

ગિફ્ટ સીટી ગાંધીનગરમાં ‘ફિલ્મફેર એવોર્ડ્સ 2024’માં બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનનો દબદબો રહ્યો. રેડ કલરની સાડીમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.

આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. ‘એનિમલ’ સ્ટાર તૃપ્તિ ડિમરી પણ અદભૂત દેખાતી હતી. બોલીવુડના ટોપ અને પાવર કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે(Alia Bhatt) ગયા વર્ષે રિલીઝ થયેલી મુવીમાં તેમના એક્ટિંગ માટે ટોપનું સન્માન મેળવીને ફિલ્મફેર એવોર્ડ્સ (Filmfare Awards) ની 69મી આવૃત્તિમાં પ્રભુત્વ જમાવ્યું હતું.

રવિવારે ગુજરાતમાં યોજાયેલા સમારોહ દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગા(Sandeep Reddy Wanga) ની વિવાદાસ્પદ ફિલ્મ એનિમલ (Animal) માં તેના અભિનય માટે રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં બેસ્ટ એક્ટર (મેલ) (Best Actor (Male)) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો,

જ્યારે આલિયા ભટ્ટે કરણ જોહરના રોમેન્ટિક ફેમિલી ડ્રામા રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેના અભિનય માટે મુખ્ય ભૂમિકામાં બેસ્ટ એકટ્રેસ (ફિમેલ) ( Best Actress (Female))માટે એવોર્ડ જીત્યો હતો.

SRKની ફિલ્મ જવાનને બેસ્ટ એક્શનનો પુરસ્કાર મળ્યો. આ સાથે જ એક્ટર વિક્રાંત મેસીની 12મી ફેલને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો છે. સેમ બહાદુરે એવોર્ડમાં બાજી મારી છે. સેમ બહાદુરને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન, બેસ્ટ કોસ્ચ્યુમ અને બેસ્ટ પ્રોડકશન ડિઝાઇન માટે એવોર્ડ મળ્યો છે. વરુણ ધવનથી લઇને અનેક સેલેબ્સ એવોર્ડ દરમિયાન પરફોર્મ પણ કર્યુ હતુ.

બેસ્ટ ડિરેક્ટરની શ્રેણીમાં, અમિત રાયને ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, અને SRK ની ‘જવાન’ માટે જ્યારે સિદ્ધાર્થ આનંદને ‘પઠાણ’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. કરણ જોહરને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે અને વિધુ વિનોદ ચોપરાને ’12મી ફેલ’ માટે નોમિનેશન મળ્યું હતું. જો કે વિધુ વિનોદ ચોપરા આ કેટેગરીમાં જીત મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ લુકમાં અવનીત ઘણી હોટ અને કિલર લાગી રહી હતી. હવે જન્નત ગર્લ સોનલ ચૌહાણની વાત કરીએ તો, સોનલે પણ આ ઇવેન્ટ માટે ખૂબ જ હોટ ગાઉન કેરી કર્યુ હતુ. આ લુકમાં તેની સુંદરતા અને હોટનેસ જોતા જ બની રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina