જાહ્નવી કપૂર અને ખુશી કપૂરનો જિમમાં થઇ ગયો ઝઘડો, પછી આ રીતે લીધો બદલો… વીડિયો થઇ ગયો વાયરલ

જીમમાં બંને બહેનો વચ્ચે બબાલ થઇ ગઈ, વીડિયો જોઈને ફેન્સને આવ્યું ટેંશન

બોલીવુડની ખ્યાતનામ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બંને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. બંને ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જિમ અને યોગા ક્લાસની બહાર પણ સ્પોટ થતી હોય છે. પરંતુ હાલમાં આ બંને બહેનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર બંને બહેનો એકબીજા સાથે મસ્તી ભરેલા અંદાજમાં લડતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંનેની કેમસ્ત્રી પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

જાહ્નવી અને ખુશીનો આ વીડિયો જિમની અંદરનો છે. જેમાં બંને કસરત કરીને પરસેવો વહાવ્યા બાદ મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયોને જાહ્નવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી આ વીડિયોને શેર કરવાની સાથે જાહ્નવીએ કેપશનમાં લખ્યું છે કે “અમે વર્કઆઉટને લઈને હકીકતમાં ખુબ જ ગંભીર છે.” જોકે આ વીડિયોની અંદર જાહ્નવી અને ખુશી કેપશનથી વિપરીત જ જોવા મળી રહ્યા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે જાહ્નવી રેડ અને પર્પલ રંગના વર્કઆઉટ કપડાં પહેર્યા છે અને ખુશીએ ગ્રે રંગનું ટોપ અને બ્લેક કલરની લેગિંગ પહેરી છે. બંને પોતાના આ લુકની અંદર ખુબ જ હસીન અને ક્યૂટ લાગી રહી છે. વીડિયોની અંદર જાહ્નવી બહેન ખુશી કપૂરના પગ ખેંચતી દેખાઈ રહી છે. તો ક્યારેક તેને બીજી તરફ પલ્ટાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ વીડિયોને એક ફેન પેજ ઉપર શેર કરવામાં આવ્યો છે.

હવે આ વીડિયો ઉપર જાહ્નવી અને ખુશીના ચાહકો ખુબ જ રિએક્શન આપી રહ્યા છે. આ બંનેના આ મસ્તી ભરેલા પળને બંનેની ટ્રેનર નમ્રતા પુરોહિત રેકોર્ડ કરતી જોવા મળી રહી છે.

Niraj Patel