શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કયારેક તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તેની ફેશન સ્ટાઇલને લઈને.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ ફરી એકવાર જાહ્નવી તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં આવી છે.

જાહ્નવીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પિંક સાડી પહેરીને ગ્લેમરસ તસ્વીર શેર કરી છે. આ લુકમાં જાહ્નવી બેહદ ખુબસુરત લાગી રહી છે.

જાહ્નવીએ પિન્ક સાડી સાથે વર્ક કરેલું બ્લાઉઝ પહેર્યું હતું. જાહ્નવીએ તેના આ લુકને પૂર્ણ કરવા માટે હાથમાં કંગન અને માંગટીકો લગાવ્યો હતો. જાહ્નવી કપૂર ખુલ્લા વાળ સાથે ગ્લેમરસ લુક પણ આપી રહી હતી.

જાહ્નવીએ અલગ-અલગ પોઝમાં તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા જાહ્નવી એ લખ્યું હતું કે, શું હું સાડીમાં હંમેશા માટે રહી શકું છું. ફેન્સ જાહ્નવી કપૂરની સરખામણી શ્રીદેવી સાથે કરી રહ્યા હતા.

જાહ્નવીએ સાડી મુંબઇની એક ઇવેન્ટ ‘ઉમંગ’માટે પહેરી હતી. જાહ્નવી કપૂરનો આ લુક ફેન્સને બહુજ પસંદ આવી રહ્યો છે.

ફેન્સ તેના આ લુકની પ્રશંસા કરતા ભારતની સુંદર અને મહાન પરંપરાનું નામ પણ આપ્યું છે.જાહ્નવી આ પહેલા પણ સાડી લુકના કારણે ચર્ચામાં આવી છે.

જણાવી દઈએ કે, જાહ્નવીએ ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે ઈશાન ખટ્ટર નજરે આવ્યો હતો.

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી ના હતી. છતાં પણ લોકોને ઈશાન અને જાહ્નવીની જોડી બહુજ પસંદ આવી હતી. આ સિવાય જાહ્નવી કપૂર નેટફ્લિક્સની ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીમાં પણ જોવા મળી હતી.

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ પાયલોટ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ મુવીમાં નજરે આવશે. આ ફિલ્મનો પહેલો લુક પણ સામે આવી ચુક્યો છે.

આ ફિલ્મમાં તે સિવાય પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી લીડ રોલમાં છે. આ સિવાય જાહ્નવી કપૂર ફિલ્મ ‘તખ્ત’માં પણ નજરે આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.