જાહ્નવી કપૂરનું ગોલ્ડન શિમરી ગાઉન જોતા જ થશે ગલીપચી, જોઈ શરમથી લાલચોળ થઈ જશો

Janhvi in golden shimmery outfit:બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. આ જ કારણે જાહ્નવી કપૂર યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જાહ્નવી કપૂરનો લુક અને ડ્રેસિંગ સેન્સ લોકોને પસંદ છે. જાહ્નવી માત્ર તેના જોરદાર અભિનય માટે જ નહીં પરંતુ તેની સુંદરતા અને અદભૂત દેખાવ તેમજ બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.

એવો કોઈ પ્રસંગ નહિ હોય જ્યારે અભિનેત્રીએ પોતાની સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત નહિ કર્યા હોય. આવું જ કંઈક હાલમાં જ જોવા મળ્યું. જ્યાં તે લંડનમાં મનીષ મલ્હોત્રા માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી અને તે દરમિયાન ગોલ્ડન શિમરી ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. આ આઉટફિટમાં તેણે એવા એવા પોઝ આપ્યા હતા કે ચાહકો ફિદા થઇ ગયા.

જાહ્નવી આ ફોટોશૂટ દરમિયાન કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાઈ રહી. અભિનેત્રી હાલમાં તેની આગામી ફિલ્મ ઉલજના શૂટિંગ માટે લંડનમાં છે. આ દરમિયાન તેણે બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલ સુંદર ગાઉન પહેર્યુ હતું અને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ ફોટામાં જાહ્નવી કપૂરે ગોલ્ડન કટઆઉટ ડીપ નેક ગાઉન પહેર્યુ છે અને તેની સાથે બ્રાઉન કલરનું મોટું પફ સ્લીવ્સ જેકેટ પણ પહેર્યું છે. એટલું જ નહીં પોતાના લુકને નિખારવા માટે તેણે હાથમાં માસ્ક પણ રાખ્યુ હતુ. જાહ્નવીના મેક-અપની વાત કરીએ તો, તેણે ન્યૂડ મેક-અપ કર્યો છે અને બ્રાઉન લિપ કલર સાથે મેચ કર્યો છે, આ લુક સાથે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

ગોલ્ડન ડ્રેસમાં જાહ્નવીનું ફિગર ખૂબ જ સરસ રીતે ફ્લોન્ટ થઇ રહ્યુ છે. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેને પસંદ પણ કરી રહ્યા છે. એક યુઝરે તેને ભારતીય કિમ કાર્દશિયન કહી હતી. તો એક યુઝરે લખ્યું કે તમે મારું દિલ ચોરી લીધું છે. ઘણા યુઝર્સ જાહ્નવી કપૂરના આ લુકના વખાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની એકથી એક તસવીરો શેર કરી ચાહકોના દિલ ઘાયલ કરતી રહે છે. જાહ્નવીનું ઇન્સ્ટાગ્રામ તેની સેક્સી અને ગ્લેમરસ તસવીરોથી ભર્યુ પડ્યુ છે. હાલમાં જ તેણે ઉલજના શુટિંગ દરમિયાન એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ દરમિયાન તે ઓફ શોલ્ડર આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. જાહ્નવીની આ તસવીરોને ચાહકોએ ઘણી પસંદ કરી હતી.

જણાવી દઈએ કે જાહ્નવી જલ્દી જ ફિલ્મ ઉલજમાં જોવા મળશે, જેમાં તે IFS ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં સાથે જોવા મળશે અને તે જુનિયર એનટીઆર સાથે દેવરા ફિલ્મ પણ કરી રહી છે.આ ઉપરાંત વરુણ ધવન સાથે તેની બાવલા પણ આવવાની છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

Janhvi Kapoor (@janhvikapoor) द्वारा साझा की गई पोस्ट

Shah Jina