જાહ્નવી કપૂર અને ખુશી કપૂરના જિમ લુક થયા વાયરલ, બંને બહેનોના લુક્સે તો કરી દીધી કમાલ

ખુશી કપૂરે સફેદ રંગની સ્પોર્ટ્સ બ્રા માં ફેન્સને દીવાના કરી દીધા. જુઓ PHOTOS

બોલિવુડની દિવંગત અભિનેત્રીની દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તેમની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. બંને બહેનો કોઇ પણ મોસમ હોય તેમના વર્કઆઉટ ક્લાસ માટે જરૂર જાય છે. મુંબઇમાં સતત વરસાદની અંદર પણ ખુશી કપૂર અને જાહ્નવી કપૂર બંને જિમની બહાર સ્પોટ થયા.

ખુશી કપૂરને પિલાટિસ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ જિમની સારા અલી ખાન અને જાહ્નવી કપૂર બંને એક્ટિવ સભ્ય છે.

આ દરમિયાન ખુશીએ વ્હાઇટ અને બ્લેક કલરના કોમ્બિનેશનની આઉટફિટ કેરી કરી હતી. ખુશીએ વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા સાથે બ્લેક કલરના જોગર્સ કેરી કર્યા હતા. તેના હાથમાં બ્લેક જેકેટ પણ હતુ.

આ દરમિયાન ખુશીએ સ્લાઇડર્સ કેરી કર્યા હતા અને કોરોનાને ધ્યાનમાં લઇ સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ.

આ પહેલા હાલમાં જ જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. જેમાં તે વરસતા વરસાદની અંદર પણ જિમમાં છત્રી લઈને જતી જોવા મળી હતી. તે દરમિયાન ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા અને જાહ્નવીની ઘણી બધી તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી.

જાહ્નવી પોતાને ફિટ રાખવા માટે જિમ અને યોગનો સહારો લે છે. મુંબઈમાં વરસતા મુશળધાર વરસાદ વચ્ચે પણ જાહ્નવી જિમમાં જતો સ્પોટ થઇ હતી.

આ દરમિયાન કેટલીક તસવીરો તેના જિમની બહારથી સામે આવી છે. વરસાદથી બચવા માટે જાહ્નવીએ હાથમાં છત્રી પણ રાખી છે. તો આ દરમિયાન તેને પોપટી રંગનું શોર્ટ અને સફેદ રંગની જિમ ફિટ બ્રા પહેરી હતી.

Shah Jina