જાહ્નવી કપૂરે આવી રીતે મનાવ્યો તેનો ૨૪ મો જન્મદિવસ, તસવીરો થઇ વાયરલ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરનો આજે જન્મદિવસ છે. તે 24 વર્ષની થઇ ચૂકી છે. ત્યારે આ અવસર પર સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

જાહ્નવીએ તેના જન્મદિવસ પર કોઇ છૂટ્ટી લીધી નથી. પરંતુ તે આ વખતે તેની અપકમિંગ ફિલ્મ “ગુડ લક જેરી”નું શુટિંગ કરી રહી છે. તે હાલ શુટિંગમાં વ્યસ્ત છે. જાહ્નવીનો જન્મદિવસ તેમની ફિલ્મની ટીમે “ગુડ લક જેરી”ના સેટ પર જ સેલિબ્રેટ કર્યો હતો.

જાહ્નવી આ વખતે તેનો જન્મદિવસ પરિવાર સાથે મનાવી રહી નથી. જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મનું શુટિંગ કરી રહી છે. ફિલ્મની ટીમે જાહ્નવી કપૂર માટે સેટ પર સરપ્રાઇઝ તૈયાર કર્યુ હતુ. ટીમે સેટ પર ફુગ્ગાથી શાનદાર ડેકોરેશન કર્યુ હતું.

જાહ્નવી કપૂર આ દરમિયાન ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. તેણે તેની ટામ સાથે ખૂબ એન્જોય કર્યુ હતું. આ તસવીરોમાં જાહ્નવી વ્હાઇટ સ્વેટશર્ટમાં કેઝયુઅલ લુકમાં જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમનો ક્રૂ મેમ્બર તેમના માટે કેક લઇને આવે છે. આ માટે જાહ્નવીએ તેનો આભાર પણ માન્યો છે. જાહ્નવી વેનિટી વેનમાં કેક કાપતી જોવા મળી રહી છે.

“ગુડ લક જેરી” આનંદ એલ રાય દ્વારા નિર્મિત છે અને સિદ્ધાર્થ સેનગુપ્તા દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં ડીપક ડોબરીયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ સહિત અનેક કલાકારો છે.

જાહ્નવીની ફિલ્મ “રૂહી” 11 માર્ચે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ જોવા મળશે. આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by SheetalfKhan (@sheetal_f_khan)

Shah Jina