જાંઘો અને કમરના ફેટને કરે છે દુર, રોજ પીઓ આ પાણી… વિગતવાર વાંચો શું કરવાનું રહેશે

0

જો કે ભારતીય રસોઈમાં આદું ખુબ જ સામાન્ય વસ્તુ છે જેનો ઉપયોગ આપણે મસાલા અને ઔષધીના રૂપમાં કરીએ છીએ. દાળનો સ્વાદ વધારવો હોય કે પછી ચાની ચૂસકીનો સ્વાદ બદલાવા માટે આદું બહુ કામની વસ્તુ છે. ખાંસી હોય કે કફ, ચહેરાની સમસ્યા હોય કે પછી વધતું જતું વજન. આ નાની એવી દેખાતી વસ્તુનો કમાલ બહુ કામનો છે. જો આદુનું પાણી રોજ પીવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. ઘણી બીમારીઓથી બચી શકાય છે. આમાં હાજર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને સાથે સાથે વજન ઘટવામાં પણ મદદ કરે છે.

તમે વજન કામ કરવા માટેની બહું એવી વસ્તુ વિશે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આદુંના પાણીથી વજન ઓછુ કરી શકાય છે. આદુંનું પાણી પીવાથી માત્ર વજન જ ઓછું નથી થતું પણ તમને વિભિન્ન સ્વાસ્થ્યમાં લાભ પણ આપે છે. તેનાથી તમારા હીપ્સ, વેસ્ટ અને થાઈજ પર જમા થયેલું ફેટ બર્ન થવામાં મદદ મળે છે. આદુંનું પાણી તમારા શરીર માટે એક ખાસ વસ્તુ છે. તેનાથી શરીરની સફાઈ થાય છે અને ફેટ બર્ન કરવામાં પણ મદદ મળે છે. વાસ્તવમાં તે બોડીના ડીટોકસીફીકેશન માટે એક શ્રેષ્ઠ વસ્તુ છે.

Image Source

આદુંનું પાણી બનાવાની રેસીપી:

સામગ્રી-

3-4 ટુકડા આદું, 1.5 લીટર પાણી, લીંબુ.

રેસીપી – સૌથી પહેલા મીડીયમ ગેસ પર પાણીને ઉકાળો. ઉકાળેલા પાણીમાં આદુંના ટુકડા મુકો. મીડીયમ આંચ પર 15 મિનીટ સુધી પાણીને ઉકાળતા રહો. ગેસ બંધ કરો અને તેને ઠંડું થવા દો. તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. લો તમારું આદુંનું પાણી તૈયાર છે.

1. એન્ટી-ઇન્ફલેમેટરીથી ભરપુર:

આદુંમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે જેને લીધે આદુંનું પાણી પીવાથી સાંધાઓના દર્દ અને સુજનથી રાહત મળે છે. તે ગઠીયા જેવા રોગોને પણ દુર કરે છે.

2. એન્ટીઓક્સિડંટ તત્વ:

તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડંટ તત્વ છે જેને લીધે આ રેડિકલ્સ સેલ્સને હટાવામાં મદદગાર છે. તમને જણાવી દઈએ કે આ સેલ્સને હાનીકારક માનવામાં આવે છે જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે.

Image Source

3. સ્કીન ઇન્ફેકશન:

નિયમિત રૂપથી આદુંનું પાણી પીવાથી બોડીના ટોક્સીન્સ બહાર નીકળી જાય છે. જેનાથી બ્લડ સાફ થાય છે અને પિમ્પલ, સ્કીન ઇન્ફેશન જેવો ખતરો નાબુદ થાય છે.

4. હાર્ટ બર્નથી બચાવે:

જો તમે હાર્ટબર્નની સમસ્યાથી પરેશાન છો તો જમ્યા બાદ 20 મિનીટ બાદ એક કપ આદુનું પાણી પીઓ. તે બોડીમાં એસિડની માત્રા કંટ્રોલ કરીને તમને હાર્ટ બર્નની પ્રોબ્લેમથી દુર રાખે છે.

5. કોલેસ્ટ્રોલ ઘટાળે છે:

આદુંમાં ઔષધીય ગુણ હોય હોય છે જેને લીધે કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે. કોલેસ્ટ્રોલ વધવાથી કેન્સર અને હાર્ટ ડીજીજનો ખતરો રહે છે. આદુંનું પાણી પીવાથી સીરમ અને લીવરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થઇ જાય છે.સાથે જ તેનાથી બ્લડ પ્રેશર પણ કમ થાય છે.

Image Source

6. કેન્સરથી બચાવે છે:

આદુંનું પાણી પીવાથી તમને કેન્સર જેવા રોગનો ખતરો પણ ઓછો થશે. જાણકારી અનુસાર આદુંમાં એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે જેને લીધે તેને ડાએટમાં શામિલ કરવાથી કેન્સરથી બચાવ મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here