ભલે ભારત ફાઇનલમાં નથી, પરંતુ 13 વર્ષની આ ભારતીય ગાયિકા MCGમાં મચાવશે ધૂમ, જાણો કોણ છે સુરીલા અવાજની આ મલ્લિકા ?

કોણ છે 13 વર્ષની જાનકી ઈશ્વર ? જે ટી-20  વર્લ્ડ કંપની ફાઇનલમાં પોતાના અવાજથી આખું મેલબોર્ન ગજવી દેશે ? જુઓ ભારત ફાઇનલમાં ના આવવા પર શું કહ્યું ?

આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમવાની છે. ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલ મેચમાં ભારતની કારમી હાર થઇ, આ વર્લ્ડ કપમાં ભારતની ટીમે છેક સુધી સારી રમત બતાવી અને તેના કારણે ભારતીયોને પણ આશા હતી કે ફાઇનલમાં ભારત આવશે, પરંતુ સેમિફાનલમાં જ આ આશાઓ પર પાણી ફરી વળ્યું અને ઇંગ્લેન્ડની જીત સાથે જ તે ફાઇનલમાં આવી ગયું.

ત્યારે ભલે ભારત ફાઇનલમાં ના આવી શક્યું પરંતુ એક 13 વર્ષની દીકરી મેલબોર્નમાં પોતાના અવાજનો જાદુ ચલાવવાની છે. આ અવાજ ભારતીય મૂળની 13 વર્ષની ગાયિકા જાનકી ઇશ્વરનો હશે. T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલના સમાપન સમારોહમાં જાનકી ઈશ્વર ગીત ગાતી જોવા મળશે. જે ભારત માટે પણ ખુબ જ ગર્વની વાત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાનકીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ત્યાં જ તેનો ઉછેર થયો છે. જાનકીના માતા-પિતા દિવ્યા રવિન્દ્રન અને અનૂપ દિવાકરન કેરળના કોઝિકોડના છે, પરંતુ તેઓ છેલ્લા 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. ધ વૉઇસ ઑસ્ટ્રેલિયાને પોતાનો અવાજ આપ્યા પછી જાનકી ચર્ચામાં આવી. તે T20 વર્લ્ડ કપ 2022 ફાઇનલના સમાપન સમારોહમાં ઑસ્ટ્રેલિયન રોક ગ્રુપ આઈસહાઉસ સાથે પરફોર્મ કરતી જોવા મળશે.

જાનકી આઈસહાઉસના ગીત ‘વી કેન ગેટ ટુગેધર’ પર પરફોર્મ કરવાની છે. જાનકીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે આ તકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું, “મેલબોર્નમાં વિશાળ પ્રેક્ષકોની સામે પ્રદર્શન કરવું અને વિશ્વભરના લાખો લોકો આ પ્રદર્શન જોઈ રહ્યા છે, તે એક અવિશ્વસનીય અનુભવ હશે. મારા માતા-પિતા ક્રિકેટના ચાહક છે. તેમણે મને ફક્ત તેના વિશે કહ્યું. હું પ્રદર્શન અને મેચની રાહ જોઈ રહ્યો છું. પરંતુ ભારત ફાઈનલ રમ્યું હોત તો સારું થાત.”

Niraj Patel