રસોઈ હેલ્થ

જાંબુ શૉટ્સ – હવે તમે પણ ઘરે જ બનાવી શકશો, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી અને વાંચો જાદુઈ ફાયદાઓ

રિફ્રેશિંગ સમર ડ્રિન્ક એટલે જામુન શોટ્સ, જે ઉનાળામાં પીવું જોઈએ, જેના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ થાય છે. જાંબુ પાચન સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં, હૃદયરોગમાં મદદરૂપ અને ત્વચા માટે થતા હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જામુન શોટ્સ તૈયાર કરવા માટે જોઈશે –

Image Source

સામગ્રી –

 • જાંબુ – ૧૨-૧૫
 • ઠંડુ પાણી – અડધો ગ્લાસ
 • કાળું મીઠું – ૧/૪ નાની ચમચી
 • ચાટ મસાલો – ૧/૪ નાની ચમચી
 • ખાંડ – ૨-૩ નાની ચમચી
 • લીંબુનો રસ – ૧ ચમચી
 • લીંબુના ટુકડા- ૧-૨
 • મીઠું – ૨-૩ ચમચી
 • ફુદીનો – ગાર્નિશિંગ માટે

રીત –

જામ્બુને સારી રીતે પાણીથી ધોઈ લો પછી તેના ઠળિયા કાઢીને પલ્પને અલગ કરી લો. હવે મિક્સરમાં ઠંડુ પાણી, જાંબુનો પલ્પ, ખાંડ, ચાટ મસાલો, લીંબુનો રસ, બધું જ નાખો અને મિક્સરમાં પીસી લો. આ પછી એક પ્લેટમાં મીઠું લઈને ફેલાવી દો. અને શોટ્સ માટેનો ગ્લાસ લઈને તેની ધાર પર લીંબુનો રસ લગાવીને પ્લેટમાં ઊંધો મૂકી દો. આનાથી મીઠું ગ્લાસની ધાર પર ચોંટી જશે. હવે આ ગ્લાસમાં જાબુંનું તૈયાર કરેલું મિશ્રણ નાખો અને લીંબુના ટુકડા અને ફુદીનાથી ગાર્નિશ કરીને સર્વ કરો. શોટ પીતા સમયે ગ્લાસ દર વખતે ફેરવીને પીવો.

Image Source

જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તો ચાલો જાણીએ જાંબુના કેટલાક ફાયદાઓ –

 • પાચનક્રિયા માટે જાંબુ ખૂબ જ ફાયદેમંદ હોય છે. જાંબુ ખાવાથી પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યા દૂર થઇ જાય છે.
 • જાંબુમાં એવા ઘણા તત્વો મળે છે જે ડાયાબિટીસ સિવાય કેન્સર, અને પથરીને અટકાવવામાં પણ મદદ કરે છે. જાંબુમાંથી ગ્લુકોઝ ને સુક્રોઝ મળે છે, જે શરીરને હાઈડ્રેટ કરવાની સાથે જ કૂલ અને રિફ્રેશ કરે છે.
 • ઝાડા થાય જાય તો પણ સિંધવ મીઠું સાથે જાંબુ ખાવાથી ફાયદો થાય છે.
 • જો તમને ઘૂંટણનો દુખાવો થતો હોય તો જાંબુની છાલને ઉકાળીને બચેલા લેપને ઘૂંટણ પર લગાવવાથી રાહત મળે છે.
 • જાંબુમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે, એટલે વિટામિન સીની કમી દૂર કરવા માટે જાંબુ ખાવા સારા રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks