7 મિત્રો સાથે વોટર પાર્કની મજા માણવા ગયેલા 30 વર્ષના વ્યક્તિનું થયું મૃત્યુ, સ્લાઈડિંગ બોટ અચાનક જ…

વોટર પાર્કના શોખીનો આ જરૂર જોજો: 30 વર્ષના યુવકને વોટર પાર્કમાં મળ્યું ભયાનક મૃત્યુ, લોહીલુહાણ થયો અને….

ભીષણ ગરમીથી બચવા માટે તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે વોટર પાર્ક જઇ રહ્યા છો તો સાવધાની જરૂરથી રાખજો, થોડી પણ ચૂક અથવા લાપરવાહી તમારા મોતનું કારણ બની શકે છે. વોટરપાર્કમાં મોતની પહેલા પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હાલ બીજી એક ઘટના સામે આવી છે, જ્યાં પલક ઝપકાવતા જ એક યુવકની મોત થઇ હઇ, વોટર પાર્કમાં ન્હાવા દરમિયાન ઉપરથી સ્લાઇડિંગ બોટ યુવક પર આવી પડી અને તેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો. સારવાર માટે હોસ્પિટલ લઇ જવા દરમિયાન જ યુવકનું મોત થઇ ગયુ.

મૃતક 30 વર્ષિય યુવક જોની કૈવર્ત તેના મિત્રો સાથે વોટરપાર્ક પહોંચ્યો હતો અને વોટરપાર્કના પાણીમાં સૌથી પહેલા તે જ ઉથર્યો હતો. તેના મિત્રો લોકરમાં કપડા તેમજ અન્ય સામગ્રી રાખી ર્હયા હતા કે અચાનક જ પાણી ઉપરથી તેજી સાથે સ્લાઇડિંગ બોટ આવી અને જોની સાથે ટકરાઇ. સ્લાઇડિંગ બોટમાં એક મહિલા બેઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જોની સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઉતાવળમાં તેને હેલ્થ કેરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં યુવકની ગંભીર સ્થિતિને જોતા તેને સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.

સબ ડિવિઝનલ હોસ્પિટલમાં લાવવામાં આવતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ સ્વિમિંગ પુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ વોટર પાર્કના સંચાલકે તેની અવગણના કરી હતી અને ટિકિટો વેચવાનું ચાલુ રાખ્યું હતું. યુવકના મોત બાદ પોલીસ-વહીવટ વોટર પાર્કમાં પહોંચીને સલામતીના માપદંડોનો અભાવ જોવા મળ્યો હતો. આ વોટર પાર્કમાં ઘણી ભૂલો જોવા મળી હતી. પાર્કમાં વધુ ક્ષમતા ધરાવતા લોકોને ટિકિટ વેચવામાં આવી હતી. ઘટનાના દિવસે 1000થી વધુ લોકો સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યા હતા.

જણાવી દઇએ કે, સ્વિમિંગ માટે પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા લેવામાં આવે છે. પરિવાર દીઠ બેથી પાંચ હજાર રૂપિયા ખર્ચીને લોકો આ વોટર પાર્કમાં આવે છે, પરંતુ સુરક્ષા તરીકે આ વોટર પાર્કમાં કોઈ વ્યવસ્થા નથી. આ ઘટના ઝારખંડના પૂર્વી સિંહભૂમિના ઘાટશિલા ગાલૂડીહ થાના ક્ષેત્રના બિરસા ફન સિટી વોટર પાર્કની છે.

મૃતક જમશેદપુરના બાગુનહાતુનો રહેવાસી છે.એસડીઓએ કહ્યું કે, “અમે વોટર પાર્કના મેનેજરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે.” વોટર પાર્કના સત્તાવાળાઓ માન્ય દસ્તાવેજો પણ બતાવી શક્યા નથી.ગાલુડીહના વોટર પાર્કમાં ભીડ હતી અને ભીડને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ દરમિયાન, સબ-ડિવિઝનલ ઓફિસર (ઘાટશિલા) સતવીર રજકે કહ્યું કે ઘટના બાદ વોટર પાર્કને સીલ કરી દેવામાં આવ્યુ છે.

Shah Jina