રસોઈ

આખા ભારતભરમાં પ્રખ્યાત ચટપટા ટેસ્ટનાં જામનગરી ઘુઘરા બનાવો હવે ઘરે….


જામનગરી ઘૂઘરા
જામનગરી ઘૂઘરા એક લોકપ્રિય વાનગી છે. જે ભારતભરમાં ખૂબ લોકપ્રિય છે. તમે તેને કોઈ ખાસ પ્રસંગમાં પણ સર્વ કરી શકો છો.. કોઈપણ તહેવાર અથવા પાર્ટીમાં, જામનગરના ઘૂઘરા એક બેસ્ટ વાનગી સાબિત થઈ શકે છે. જામનગરી ઘૂઘરાનું નામ સાંભળીને જ ભૂખ વધારે લાગે છે. આ વાનગી જ એવી છે કે એને કોઈ પણ તેવ્યક્તિ ખાવાથી રોકી શકે નહી. જામનગરી ઘૂઘરા ખાવાથી તમને એક એક બાઇટમાં એક નવા જ સ્વાદનો અનુભવ થશે. તમે ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઈમાં ઘૂઘરા બનાવી શકો છો. તે બનાવવા ખૂબ જ સરળ છે.

આજે અમે તમને જામનગરી ઘૂઘરા બનાવવાની સરળ પદ્ધતિ શીખવાડીશું. જેનાથી સમય પણ બચશે ને ખૂબ ઝડપી બની પણ જશે. આ તમે કોઈપણ સમયે બનાવી શકો છો. બનાવવામાં માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે. જો પહેલાથી તમે પૂર્વ તૈયારી કરી રાખેલ હોય તો.
સામગ્રી :

 • બહારના પડ માટે :
 • 1 કપ મેંદાનો લોટ,
 • 2 tbsp, તેલ
 • સ્વાદ મુજબ, મીઠું

સ્ફટિંગ માટે :

  • 1/2 સૂકા વટાણા (રાત્રે પાણીમાં પલાળેલાં)
 • 3 નંગ, બટાટા બાફેલા,
 • 3 ટેબલસ્પૂન, તેલ
 • થોડું જીરું
 • 1 ચમચી, આદુ અને લીલા મરચાની પેસ્ટ
 • 1 ચમચી. લાલ મરચું પાઉડર
 • 1 ચમચી. લીંબુનો રસ
 • 1 ચમચી, ચાટ મસાલો,
 • 1 ચમચી ,શેકેલું જીરું પાવડર
 • સ્વાદ અનુસાર, મીઠું
 •  નાયલોન સેવ ડેકોરેશન માટે
 • ગ્રીન ચટણી,
 • લસણની ચટણી / ટામેટાં કેચપ,
 • તળવા માટે તેલ .

પડ બનાવવા માટે : એક વાટકીમાં લોટ, 2 ચમચી તેલ અને મીઠું લઈને એને સારી રીતે હાથેથી મિક્સ કરો. પછી એમાં થોડું પાણી ઉમેરી હાથ વડે લોટની કણક બાંધી ને 20 મિનિટ સુધી રેસ્ટ આપો જેથી લોટ સરખો પલળી જાય. .

સ્ફટિંગ તૈયાર કરવાની માટેની રીત : રાત્રે પાણીમાં પલાળીને રાખેલા વટાણાને બાફી નાખો. આવી જ રીતે બટાકાને પણ બાફીને એકબાજુ રાખી દો. જ્યારે વટાણા બફાઈ જાય એટ્લે એને હાથેથી મસળી એમાં બાફેલા બટાકાનો માવો બનવી એડ કરો. હવે એક પેન કેકને ગેસ પર ગરમ કરવા મૂકો. એમાં તેલ નાખો. તેલ ગરમ થાય કે તરત જ જીરું નાખો. જીરું તતડી જાય એટલે એમાં આદું મરચાની પેસ્ટ નાખો ને 2 મિનિટ સાંતળો. ત્યારબાદ, એમાં લાલ મરચાનો પાઉડર, ચાટ મસાલો અને શેકેલ જીરાનો પાઉડર ઉમેરો.

એ પછી એમાં તરત જ વટાણા અને બાફેલ બટાકાનું મિશ્રણ ઉમેરો.
હવે એમાં લીંબુનો રસ એડ કરો ને બધી જ સામગ્રીને બરાબર મિકસ કરો. તો તૈયાર છે સ્ફટિંગ.
હવે તૈયાર કરેલ કણકમાથી લૂઆ બનાવી લો. ને એમાથી જ મીડિયમ સાઈઝની રોટલી વણી લો.
વણેલ રોટલીમાં અંદર તૈયાર કરેલ સ્ફટિંગ ભરી દો. અને ત્યારબાદ તમને ગમતા આકારમાં બીડી લો .
હવે આ તૈયાર કરેલ ઘૂઘરાને ગરમ તેલમાં હળવી આંચ પર તળી લો.
આછા ગુલાબી કલરના થયા ત્યાં સુધી તળો ને પછી એક પ્લેટમાં કાઢી ચટણી સાથે અને નાયલૉન સેવાથી ડેકોરેટ કરી સર્વ કરો.
Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ