ખબર

રાજકોટના ડો.તૃષાને કારે ટક્કર મારતા ડોક્ટરોએ કર્યા બ્રેઈન ડેડ જાહેર, પરિવારે લીધો એવો ઉમદા નિર્ણય કે 5 લોકોના જીવન સુધરી ગયું, ખુશીઓ છલકાઈ

ગુજરાત સમેત દેશરમાં ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે  ઘાયલ પણ થતા હોય છે. ઘણીવાર આવા અકસ્માતમાં મોતને ભેટેલા લોકો માટે પરિવારજનો ખુબ જ ખાસ નિર્ણય પણ લેતા હોય છે અને તેમના અંગોનું દાન કરીને માનવતા પણ મહેકાવતા હોય છે.

આવી જ એક ઘટના ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ બની હતી. જેમાં રાજકોટમાં રહેતા ડો. તુષા મહેતાને રોડ અકસ્માતમાં ડોકટરો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેના બાદ પરિવારજનોએ તેમના અંગદાનનો નિર્ણય કરીને પાંચ લોકોને નવજીવન પૂરું પાડ્યું હતું. તૃષાબેન પોતાના 5 વર્ષના દીકરાને ટ્યુશનથી લેવા માટે જતા હત્યા ત્યારે જ કોઈ અજાણ્યો કાર ચાલક તેમના સ્કૂટરને ટક્કર મારીને ફરાર થયો હતો.

આ દુર્ઘટનામાં તુષાબેન ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેના બાદ તેમના પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું અને તેમની બે આંખ, બે કિડની, લીવર અને ચામડીનું દાન કરીને માનવતા પણ મહેકાવી હતી.

તુષાબેનના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવતા અમદાવાદ ખાતેથી ડોકટરોની ટીમ જામનગર આવી પહોંચી હતી. જ્યાં રાત્રે 11:30 કલાકે ડોકટરોની ટિમ દ્વારા કિડની, લીવર, આંખ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સવારે 6 વાગે આ કાર્યવાહી પૂર્ણ થઇ હતી. આ ઉપરાંત જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ચામડીનું દાન આપવા જેવી ગૌરવપૂર્ણ ઘટના પણ બની હતી.

તુષાબેન મહેતાએ Ph.d. કર્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સારી પ્રગતિ પણ મેળવી રહ્યા હતા. તેમના લગ્ન જીવનના 20 વર્ષ બાદ તેમના ઘરે દીકરો અવતર્યો હતો. પરંતુ દીકરાનું સુખ તેમના નસીબમાં વધુ સમય સુધી ના ટક્યું. આ ગોઝારી ઘટના જામનગરમાં આવેલા વિક્ટોરિયા પુલ પાસે ઘટી હતી, જેમાં મૃતિ સિયાઝ કાર ચાલકે તૃષાબેનની કારને ટક્કર મારી હતી. જેમાં તેમનું નિધન થયું.