હે ભગવાન આ શું થઇ રહ્યું થઇ રહ્યું છે ? જામનગરમાં ફક્ત 13 વર્ષના બાળકને આવ્યો હાર્ટ એટેક, લાડકા દીકરાના મોતથી પરિવારમાં છવાયો માતમ

13 વર્ષના કિશોરનું હાર્ટ-એટેકથી મોત:જામનગરના વેપારીનો પુત્ર મુંબઈ રહીને અભ્યાસ કરતો, હૃદયરોગનો હુમલો આવતાં મોત, પરિવારમાં શોકનો માહોલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

13 year old Boy Died Of A Heart Attack Jamnagar : ગુજરાતમાં  છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત તથા હોય છે, આ ઉપરાંત હવે તો હાર્ટ એટેક કિશોરોમાં પણ આવવા લાગ્યો છે અને ઘણા મામલાઓ સામે આવ્યા છે જેમાં કિશોરોના પણ હાર્ટ એટેકથી મોત થયા હોય, ત્યારે હાલ એક ઘટના જામનગરથી સામે આવી છે, જેમાં એક 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત થવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

13 વર્ષના કિશોરને હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહીને અભ્યાસ કરનારા 13 વર્ષના ઓમ ગઢેચા યોગાભ્યાસ કરી રહ્યો હતો તે દરમિયાન જ તેની અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલના ડોકટરો દ્વારા પ્રાથમિક તપાસમાં ઓમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. જેના બાદ પરિવારમાં પણ અરેરાટી  વ્યાપી ગઈ હતી.

મુંબઈમાં રહીને કરતો હતો અભ્યાસ :

ઓમનો પરિવાર જામનગરના કામદાર કોલોનીમાં રહેતો હતો અને ઓમ મુંબઈના કાંદિવલીમાં રહીને અભ્યાસ કરતો હતો. આ દરમિયાન જ યોગનો અભ્યાસ કરતો હતો ત્યારે જ તેની તબિયત લથડી હતી અને થોડીવારમાં જ તેનું મોત થઇ ગયું. ઓમના પરિવારને તેના મોત અંગેની જાણ થતા જ પરિવાર માથે જાણે કે દુઃખોનો આભ તૂટી પડ્યો હોય તેમ લાગી ગયું. ત્યારે આ રીતે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવવાના મામલાઓ હવે ખુબ જ ચીંતાજનક બની ગયા છે.

રાજકોટમાં 18 વર્ષની વિદ્યાર્થિનીને ભરખી ગયો હાર્ટ એટેક :

આ ઉપરાંત રાજકોટના જેતપુરમાં પણ સરદાર પટેલ કેળવણી મંડળમાં રહીને અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થીની કશિશ સતિષભાઈ પીપળીયાનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની ઘટના પણ સામે આવી છે. વિદ્યાર્થિનીને વાલની બીમારી હતી અને તે હોસ્ટેલમાં રહીને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના મોતના કારણે પરિવાર માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો હતો. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનાથી મોતનું સાચું કારણ જાણવા મળી શકે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel