ઈકોના ચીથડે ચીથડાં ઉડી ગયા, ટ્રકની પાછળ ઈકો ઘુસી ગઈ અને યુવાનનું થયું મૃત્યુ, જુઓ તસવીરો
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. હાલમાં જામનગર રાજકોટ ધોરીમાર્ગ પરથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો. જેમાં એક ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ અને તેમાં એક યુવાનનું મોત નિપજ્યું. ઘટનાને પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં વિભાપર ગામમાં રહેતા જતીન છત્રાલા કોઈ સામાજિક કામ પતાવી રાજકોટથી પરત ફરી રહ્યો હતો,
ત્યારે જ રામપરના પાટીયા નજીક જામનગર તરફથી આવતા રોડ પર ઈકો કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ અને તેમાં તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી અને યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો. હાલમાં જ સુરેન્દ્રનગરમાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પણ રક્તરંજિત બન્યો હોવાનું સામે આવ્યુ હતુ.
મંગળવારે સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા હતા.આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોનાં ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક આવી ગઇ અને સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.આ અક્સમાત એટલો ભયંકર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલ તો આ અકસ્માતમાં કોનું મોત થયુ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે રસ્તો સાફ કરાવ્યો હતો.